બોલિવુડમાં ડેબ્યુ પહેલા જ આ અભિનેત્રીએ ખરીદી લીધી મોંઘી લગ્ઝરી કાર, કિંમત એટલી કે જાણી મોઢુ પહોળુ રહી જશે

સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પોતાની ડેબ્યુ ફિલ્મની રિલીઝ પહેલા જ પોતાના માટે એક નવી લક્ઝરી કાર ખરીદી છે. શનાયાએ એક લક્ઝુરિયસ બ્લેક ઓડી Q7 કાર ખરીદી છે, જેની ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે શનાયાની કાર Audi Q7 ફેસલિફ્ટની કિંમત લગભગ 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. શનાયા કરણ જોહરની ફિલ્મ ‘બેધડક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે, જેની જાહેરાત મેકરે તાજેતરમાં કરી છે.

હાલમાં જ થોડા સમય પહેલા કરણ જોહરે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને જણાવ્યું હતું કે શનાયા કપૂર સિવાય આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ સિંહ પીરઝાદા હશે. આ ફિલ્મમાં લક્ષ્ય કરણનું પાત્ર ભજવી રહ્યો છે અને ગુરફતેહ અંગદના રોલમાં જોવા મળશે, જે નકારાત્મક પાત્ર હશે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. શનાયાના બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.

આ ફિલ્મ પહેલા શનાયાએ જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. હવે પહેલીવાર શનાયા કેમેરામાં પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે. સંજય કપૂર અને મહિપ કપૂરની પુત્રી શનાયા કપૂર બોલિવૂડમાં પગ મૂકતા પહેલા એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. આ વખતે શનાયા કપૂર પોતાની નવી લક્ઝરી કારને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા એક લક્ઝરી કાર Audi Q7 ખરીદી છે.

નોંધનીય છે કે શનાયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે તેની નવી બ્લેક Audi Q7 કાર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેના માતા-પિતા સંજય કપૂર અને મહિપ કપૂર પણ હાજર હતા. આ તસવીરો ઓડીના મુંબઈ વેસ્ટના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. ફોટોમાં તે કોઈપણ મેકઅપ વગર જોવા મળી રહી છે, જોકે તેના વાળ ખુલ્લા છે, જે તેને ખૂબસૂરત બનાવી રહ્યા છે.

તસવીરો શેર કરતાં ઓડીના મુંબઈ વેસ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સુપરસ્ટાર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર હવે ઓડી Q7ની માલિક છે.’  શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ સેલિબ્રિટી બની ગઈ છે. બોલીવુડમાં, જ્યાં કલાકારો વર્ષો સુધી કામ કરી અને પછી પોતાની કાર અથવા અન્ય લક્ઝરી વસ્તુઓ ખરીદવા સક્ષમ હોય છે.

જ્યારે શનાયાએ તેના ડેબ્યુ પહેલા જ એક લક્ઝરી કાર ખરીદી લીધી છે. Audi Q7 2022 વર્ઝન બે વેરિઅન્ટમાં આવે છે. પ્રીમિયમ પ્લસની કિંમત 80 લાખ અને ટેક્નોલોજીની કિંમત 88 લાખ છે. શનાયાએ કાર માટે જે કિંમત ચૂકવી છે તેના માટે શનાયા દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને અન્ય ઘણા મોટા શહેરોમાં આલીશાન ઘરો ખરીદી શકે છે.

Shah Jina