અરે બાપ રે, આ શું કરવા જઈ રહી છે રાજ કુન્દ્રાની સાળી???? ફેન્સને ડર લાગ્યો કે…
ફિલ્મ રેકેટમાં બોલિવુડ અબિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા હાલ પોલિસ હિરાસતમાં છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. શમિતા શેટ્ટી વિશે સતત એવું કહેવામાં આવે છે કે તેનો પૂરો ખર્ચ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી ઉઠાવે છે. શમિતા લગભગ 12 વર્ષોથી ફિલ્મોથી દૂર છે. વચ્ચે તે “બિગબોસ 3″માં જોવા મળી હતી.
જલ્દી જ વિવાદિત રિયાલિટી શો “બિગબોસ”નું નવુ સિઝન આવવાનું છે. આ શો 8 ઓગસ્ટના રોજ OTT પ્લેટફોર્મ વૂટ એપ પર સ્ટ્રીમ થશે. “બિગબોસ 15″ના કંટેસ્ટેંટને લઇને ચાહકો ઘણા એક્સાઇટેડ છે. જો કે, હજી સુધી કેટલાક કંટેંસ્ટેંટ્સના નામ રિવીલ થઇ ચૂક્યા છે. હવે હાલમાં જ શોમાં વધુ એક કંટેંસ્ટેંટના નામનો ખુલાસો થઇ રહ્યો છે. એવી ખબર આવી રહી છે કે, શિલ્પા શેટ્ટીની પત્ની અને અભિનેત્રી શમિતા શેટ્ટી પણ શોનો ભાગ બની શકે છે. જો કે, હજી સુધી શોના મેકર્સ અને અભિનેત્રી દ્વારા કોઇ પણ અધિકારીક નિવેદન જારી કરવામાં આવ્યુ નથી.
એક રીપોર્ટ અનુસાર, શમિતા શેટ્ટી પણ કરણ જોહરના બિગબોસ ઓટીટીનો ભાગ બની શકે છે. શિલ્પા શેટ્ટીના પતિ અને શમિતા શેટ્ટીના જીજુ રાજ જેલમાં છે, તેને લઇને ઘણીવાર શમિતાને ટ્રોલ કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે, શમિતા આ કોન્ટ્રોવર્સી વચ્ચે શોમાં ભાગ લે છે કે નહિ. એવામાં જો શમિતા શોનો ભાગ બને છે તો આ તેના માટે મુશ્કેલીઓથી ભરેલ હોઇ શકે છે.
આ શોથી તેણે ખૂબ પોપ્યુલારિટી મેળવી. શમિતા આજે જે કંઇ પણ છે તે પોતાના દમ પર છે અને તે પોતાનો ખર્ચ જાતે જ ઉઠાવે છે. આ વાત તેણે બોમ્બે ટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુમાં પણ કહી હતી. પરંતુ કેટલાક લોકો તે માનવા તૈયાર નથી. લોકો એવું વિચારી રહ્યા છે કે તે ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર છે તો તે કેવી રીતે કમાણી કરી રહી છે.
શમિતા હવે એક ઇંટીરિયર ડિઝાઇનર છે. કોમર્સમાં ડિગ્રી હાંસિલ કર્યા બાદ શમિતાએ મુંબઇ એસએનડીટી કોલેજથી ડિઝાઇનિંગમાં ડિપ્લોમાં કર્યુ હતુ. તે બાદ તેણે મશહૂર સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે ઇંટર્નશિપ શરૂ કરી હતી. પરંતુ મનીષને લાગ્યુ કે શમિતા શેટ્ટીમાં એક સ્પાર્ક છે અને તેને અભિનયમાં કરિયર બનાવવુ જોઇએ.
મનીષ મલ્હોત્રાએ આ વાત શમિતાને કહી અને તેને અભિનયમાં કરિયર બનાવવાની સલાહ આપી. ત્યારે શમિતાએ ફેશન ડિઝાઇનિંગ છોડી અભિનય પર ધ્યાન આપ્યુ. તેણે 2002માં ફિલ્મ “મોહબ્બતેં”થી કરિયર શરૂ કર્યુ. આ ફિલ્મ હિટ રહી અને તેના માટે શમિતાને એવોર્ડ પણ મળ્યો.
શમિતા કેટલીક ફિલ્મોમાં નજર આવી છે. તેણે કેટલીક ફિલ્મોમાં જબરદસ્ત ડાંસ નંબર્સ કર્યા. પરંતુ શમિતાને તેવી સફળતા ન મળી જેવી તેની બહેન શિલ્પા શેટ્ટીને મળી હતી. શમિતાએ અભિનય સાથે સાથે ઇંટીરિયર ડિઝાઇન પણ શરૂ કર્યુ. તેણે મુંબઇમાં એક રોયલ્ટી ક્લબ અને સ્પા ડિઝાઇન કર્યુ. શમિતાની ડિઝાઇનિંગની કંપની છે. જેનું નામ Golden Leaf Interiors છે.
વર્ષ 2009માં શમિતા “બિગબોસ 3″માં નજર આવી. આ સિઝનમાં તે 42માં દિવસે ઘરે આવી ગઇ હતી. શમિતા ભલે 11-12 વર્ષોથી ફિલ્મોથી દૂર છે પરંતુ તે તેનુ પૈશન જીવી રહી છે. તે ઇંટીરિયર ડિઝાઇનીંગમાં મશરૂફ છે અને વચ્ચે અભિનયની ઓફર પણ શોધતી રહી છે. વર્ષ 2020માં શમિતા શેટ્ટીએ વેબ સીરીઝ “બ્લેક વિડોઝ”માં કામ કર્યુ હતુ.
શમિતા ઇંટીરિયર ડિઝાઇનિંગ ઉપરાંત બ્રાંડ્સ એંડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. તે છેલ્લા એક વર્ષથી ઘણી જાણિતી બ્રાંડ્સ સાથે જોડાયેલી છે અને તેને એંડોર્સ કરી રહી છે. રીપોર્ટ અનુસાર તે કેટલીક સ્પોન્સર્ડ પોસ્ટથી લાખોની કમાણી કરે છે. તે વેબ શો પણ કરી રહી છે.