બિગબોસના ઘરમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી રાજ કુન્દ્રાની ક્યૂટ સાળી મોટી બહેન શિલ્પાએ એવું તો શું કહ્યું? જુઓ

આ દિવસોમાં ‘બિગબોસ ઓટીટી’ના ઘરની અંદર ઘણું બધું થઈ રહ્યું છે. જ્યારે સ્પર્ધકો ઘરની અંદર એકબીજાને નીચું દેખાડવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી ત્યારે કેટલીક ઈમોશનલ ક્ષણો પણ જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ શમિતા શેટ્ટીએ શિલ્પા શેટ્ટીનો ઈમોશનલ વીડિયો જોઈને રડવાનું શરૂ કરી દીધું હતું અને તેની બહેન પાસેથી તેના ઘરની સ્થિતિ જાણીને આઘાત લાગ્યો હતો.

રક્ષાબંધન પ્રસંગે શિલ્પાએ તેની બહેનને એક મેસેજ મોકલ્યો હતો. શિલ્પા બિગ બ્રધર અને બિગ બોસ વિશે વાત કરે છે કે કેવી રીતે તેઓ તેમના જીવનમાં કોઈપણ રીતે સામેલ થઇ જતા હોય છે. જણાવી દઈએ કે કરણ જોહર OTT શો હોસ્ટ કરી રહ્યા છે. આ શો સમાપ્ત થયા બાદ સલમાન ખાન તેને ટીવી પર લઈને જશે.

શિલ્પા શેટ્ટીએ શમિતાને મોકલેલા મેસેજમાં કહ્યું હતું કે – મોટા ભાઈ અને બિગ બોસ આપણા જીવનમાં ટપકતા જ હોય છે. ખબર નથી કે શું સંબંધ છે. પરંતુ તુ જાણે છે કે જ્યારે સમય આવે છે ત્યારે આપણે પોતે એકબીજાના ભાઈ બની જતા હોઈએ છીએ. તેથી મારા ભાઈ તારી સંભાળ રાખ, મજબૂત રહેજે કારણ કે જો તુ મજબૂત છે તો હું મજબૂત છું, મમ્મી મજબૂત છે. મમ્મી ઠીક છે અને અમે બધા તમને યાદ કરી રહ્યા છીએ. તને ખૂબ પ્રેમ અને આ રીતે રમતી રહેજે.

મોટી બહેનની વાત સાંભળીને શમિતા શેટ્ટીએ રડવાનું શરૂ કરી દીધું હતું. શમિતાએ કહ્યું કે તે મારા પડછાયા જેવી છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં મારી 20-25 વર્ષની સફર ખૂબ જ મુશ્કેલીમાંથી પસાર થઈ છે. પણ હવે મને આત્મવિશ્વાસ મળ્યો છે. લોકો મને શિલ્પા શેટ્ટીની બહેન તરીકે ઓળખે છે.

હું ભાગ્યશાળી છું કે મને મારી બહેનનો પડછાયો મળ્યો. શમિતાએ કહ્યું- બહેનના પતિ રાજ કુન્દ્રાની ફિલ્મ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી અને પછી હું શોમાં જોડાઈ ગઈ. જો કે આ બધું જોયા પછી મેં વિચાર્યું કે મારે શોમાં ન જવું જોઈએ. પરંતુ મેં કમિટમેન્ટ કરી હતી અને એકવાર હું કમિટમેન્ટ કરી દઉં છુ તો હું પોતાનું પણ સાંભળતી નથી.

 

View this post on Instagram

 

A post shared by @shamitashetty_bravegirl

Patel Meet