ખેલ જગત

સાનિયા મિર્ઝા પછી ભારત દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટરની બનશે દુલ્હન- જુઓ પ્રિ-વેડિંગ ફોટોશૂટ

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બાદ વધુ એક દેશની દીકરી શામિયા આરઝૂ પાકિસ્તાની ક્રિકેટરની દુલહન બનવા જઈ રહી છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર હસન અલી અને શામિયા આજે દુબઈમાં નિકાહ પઢશે. દુબઇના એટ્લાન્ટિસ પામ જુબેરા પાર્કમાં તેના નિકાહ થશે. બન્નેના પરિવારના લગભગ 30 લોકો આ નિકાહમાં સામેલ થશે.

શામિયા આરઝૂ હરિયાણાના નૂંહન રહેવાસી છે. શામિયાએ માનવ રચના યુનિવર્સીટીમાંથી બીટેકની ડિગ્રી લીધી હતી. આ પહેલા તે જેટ એરવેઝમાં નોકરી કરતી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી એર અમીરાતમાં ફલાઇટ એન્જીનીયરના પદ પર કાર્યરત છે. હાલતો બન્ને પરિવારમાં જશ્નનો માહોલ છે. નિકાહ પહેલા આ કપલે પ્રિ-વેડિંગ શૂટ પણ કરાવ્યું હતુ. જેમાં બન્ને વચ્ચેનો પ્રેમ સાફ જોઈ શકાય છે.

ખબરોનું માનીએ તો દુબઈમાં નિકાહ થયા બાદ પાકિસ્તાનમાં રિસેપ્સન યોજવામાં આવશે. શામિયાના પરિવારજનોને પાકિસ્તાન સાથેનો સંબંધ ઘણો જૂનો છે.

હસન અલી અને શામિયાના લગ્નની ખબરો ગયા મહિને જ સામે આવી હતી. આ દરમિયાન ખુદ હસને મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

સોમવારે રાતે હસન અલીએ એક ટ્વીટ કર્યું હતું. જેમાં તે લીલા કલરના કુર્તા અને સફેદ પાયજામામાં નજરે આવ્યો હતો. હસને ટ્વીટ કરતા કેપશનમાં લખ્યું હતું કે, બેચલર તરીકે છેલ્લી રાત.

 

View this post on Instagram

 

Last night as a bachelor.

A post shared by Hassan Ali (@ha55an_ali) on

શામિયાની કોઈ વધારે જાણકારી સામે આવી ના હતી. પરંતુ હસને ખુદે એક ઇન્ટરવ્યૂમાં લખ્યું હતું કે, તેની ભાવિ પત્નીને ના તો ક્રિકેટમાં દિલચસ્પી છે ના તો કોઈ જાણકારી.

એક રિપોર્ટ પ્રમાણે બન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. બન્ને એક વર્ષ પહેલા દુબઈમાં જ મળ્યા હતા. આ મુલાકાત બાદ બન્નેની મિત્રતા ગાઢ થઇ હતી. હસીને વધુમાં કહ્યું હતું કે, મેં તો મારા પ્રેમનો ઈઝહાર પહેલા જ કરી દીધો હતો. બાદમાં અમારા પરિવારજનોએ આ જવાબદારી લીધી હતી.

હાલમાં હસન અલી એની શામિયા આરઝૂના પ્રિ વેડિંગ શૂટની ઘણી ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

#HassanAli And Samiya’s Exclusive Snaps from Their Pre Wedding Shoot And Mehendi

A post shared by Bizmax TV 2.0 (@bizmaxtv2.0) on

જણાવી દઈએ કે, હસન અલી પાકિસ્તાનનો ચોથો ક્રિકેટર છે જેને ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા હોય.આ પહેલા ઝહીર અબ્બાસ, મોહસીન ખાન અને શોએબ મલિક ભારતીય યુવતીઓ સાથે લગ્ન કરી ચુક્યા છે. શોએએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. ભૂતપૂર્વ કેપ્ટ્ન ઝહીર અબ્બાસ ભારતીય યુવતી સાથે લગ્ન કરનારો પહેલો પાકિસ્તાની ખેલાડી હતો. મશહૂર બોલર મોહસીન ખાને ભારતીય અભિનેત્રી રિના રોય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ના રહેતા બન્નેના તલાક થયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks