એક કાર્યક્રમમાં પહોંચેલા શૈલેષ લોઢાને જયારે TMKOC છોડવા વિશે રિપોર્ટરે પૂછ્યું ત્યારે શૈલેષ સોઢાએ આવું કર્યું

પત્ની સાથે ઇવેન્ટમાં પહોંચેલા શૈલેષ લોઢાને રિપોર્ટરે પૂછી લીધો “તારક મહેતા” વિશેનો સવાલ, પછી અભિનેતાએ કર્યું એવું કે.. જુઓ વીડિયો

ટીવીનો સૌથી ખ્યાતનામ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે, ઘણા વર્ષોથી ચાલી આવતો આ શો આજે પણ દર્શકોનું એટલું જ મનોરંજન કરે છે. આ શોની અંદર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ આ શોની લોકપ્રિયતા ઉપર હજુ કોઈ ખાસ અસર પડેલી જોવા નથી મળી રહી, ત્યારે હાલમાં આ શોને હોસ્ટ કરી રહેલા અને શોમાં એક મહત્વનું પાત્ર નિભાવી રહેલા શૈલેષ લોઢાના શો છોડવાની ચર્ચાઓ તેજ બની છે.

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા શૈલેષ લોઢા શોમાંથી દૂર થઇ ગયા છે, પરંતુ તેમના દૂર થવા પાછળનું હજુ કોઈ સાચું કારણ સામે નથી આવ્યું, ત્યારે હાલમાં જ શૈલેષ લોઢાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કાર્યક્રમમાં પહોંચેલા શૈલેષ લોઢાને રિપોર્ટર TMKOC છોડવા વિશેનો સવાલ પૂછી લે છે.

શૈલેષ લોઢા એક બુક ઇવેન્ટના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે તમેની પત્ની પણ જોવા મળી હતી. બુક ઇવેન્ટ જે જગ્યાએ થવાની હતી તેની બહાર જ રિપોર્ટર ઉભા હતા અને તેમને શૈલેષ લોઢાને સવાલો પૂછવાના શરૂ કર્યા, જયારે રિપોર્ટરે તેમને ઇવેન્ટ વિશે સવાલો પૂછ્યા ત્યારે તેમને ખુબ જ સારી રીતે દરેક સવાલનો જવાબ આપ્યો.

પરંતુ જયારે રિપોર્ટરે તારક મહેતા શો છોડવા વિશે સવાલ કર્યો ત્યારે શૈલેષ લોઢા પુસ્તક માટે આવ્યો છું અને મારે આ કામ કરવાનું છે એમ કહીને સ્ટોરની અંદર ચાલી ગયા હતા. તેમને આ સવાલ ઉપર પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.શોના કલાકારો પણ શૈલેષ લોઢાના શો છોડવા અંગે કોઈ માહિતી નથી આપી રહ્યા.

 

View this post on Instagram

 

A post shared by TMKOC Fan Association💚 (@fctmkoc)

તાજેતરમાં જ અંજન શ્રીવાસ્તવના 74માં જન્મદિવસની પાર્ટીમાં પહોંચેલા જેઠાલાલ જ્યારે મીડિયાની સામે આવ્યા ત્યારે લોકોએ તેમને કેટલાક સવાલ પૂછ્યા. પહેલો પ્રશ્ન અંજન શ્રીવાસ્તવના 74માં જન્મદિવસ પર પૂછવામાં આવ્યો હતો. તેમના જવાબમાં દિલીપ જોષીએ કહ્યું, “જુઓ, ઉંમર માત્ર એક આંકડો છે.” તેઓ આજે પણ સમગ્ર વિશ્વમાં લોકોનું મનોરંજન કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by TMKOC Fan Association💚 (@fctmkoc)

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેણે અને અંજન શ્રીવાસ્તવએ ક્યારેય સાથે કામ કર્યું છે, તો દિલીપ જોશીએ કહ્યું, “અમે બંનેએ કુંદન શાહ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘દિલ હૈ તુમ્હારા’ કરી હતી. આ ફિલ્મમાં અમે ઘણા દિવસો બહાર વિતાવ્યા હતા. શૂટ માટે સાથે ગયા હતા અને અમે એક સાથે કામ કર્યું હતું. ખૂબ મજા. આ પછી જ્યારે મીડિયાએ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીને તેના બેસ્ટ ફ્રેન્ડ તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દેવા વિશે પૂછ્યું તો દિલીપ જોશી કંઈ બોલ્યા વગર ઊભા થઈ ગયા અને ચાલ્યા ગયા.

Niraj Patel