શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ડગ કેસમાં ફસાયેલા છે અને તે 7 દિવસથી પૂછપરછનો સામનો કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આર્યન ખાન ટ્રેંડ કરી રહ્યો છે, ત્યાં કેટલાક લોકો તેનો સપોર્ટ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેના વિરૂદ્ધ લખી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે શાહરૂખ ખાન અને આર્યન ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં શાહરૂખ દીકરા આર્યનને ગળે મળતો નજર આવી રહ્યો છે. આ વીડિયો NCB કોર્ટ બહારનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
શાહરૂખ ખાન ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે, અને તેમણે વાળમાં પોનીટેલ બનાવીને રાખેલી છે તેમજ તેમના ચહેરા પર માસ્ક છે. આ ઉપરાંત આર્યન ખાને બ્લૂ જેકેટ પહેરેલુ છે અને બંને એકબીજાને ગળે મળતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર આ વીડિયો ફેક જણાવવામાં આવી રહ્યો છે.
આ વીડિયો ફેક એટલા માટે જણાવવામાં આવી રહ્યો છે કારણ કે કોર્ટની પરમિશન વગર પરિવારના સભ્યો આરોપીને મળી શકતા નથી અને તે પણ પબ્લિક એરિયામાં અને સિક્યોરિટી વગર તો બિલકુલ નહિ. આજતકના રીપોર્ટ અનુસાર જયારે આર્યન ખાનના વકીલ સતીશ માનસિંદેએ કોર્ટ પાસે પરિવારના સભ્યો માટે પરમિશન લીધી તો તેમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાનીનું નામ હતુ, માત્ર તે જ આર્યન ખાનને મળી શકે છે.
SRK met with Aryan Khan . #SRK #AryanKhan #ReleaseAryanKhan pic.twitter.com/A6yv0EnsDG
— Movie Critic (@Strawberrry927) October 7, 2021