મનોરંજન

શાહિદ કપૂરના બર્થ ડે પર ઘરવાળી મીરાને ઉભરાયો પ્રેમ, જુઓ શું કહ્યું

બોલીવુડનો ચોકલેટી બોય શાહિદ કપૂરે આજે 39 વર્ષનો થઇ ગયો છે. શાહિદ કપૂરનું ગત વર્ષ બહુ જ સારું રહ્યું હતું. ગત વર્ષ શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહે’ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. હાલ શાહિદ તેની આગામી ફિલ્મ ‘ જર્સી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી શાહિદે તેનો બર્થડે મુંબઈમાં નહીં પરંતુ ચંડીગઢમાં સેલિબ્રેટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Boho Bollywood (@bohobollywood) on

શાહિદ કપૂરે સોમવારે રાતે 11 વાગ્યે જ તે તેની પત્ની મીરા અને પિતા પંકજ કપૂરની હાજરીમાં કેક કાપી હતી. આ દરમિયાન મીરા બહુ જ પ્રેમથી શાહિદને જોતી નજરે આવી હતી. શાહિદે જેવી ફૂંક મારી તેવી જ મીરાંએ તાળી વગાડીને શાહિદનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by HAPPY BIRTHDAY SHAHID KAPOOR 🎂 (@shahidkpr_admirer) on

આ બાદ શાહિદે મીરાને કેક ખવડાવી હતી. શાહિદના બર્થડે પર તેના ખાસ દોસ્ત અને નજીકના લોકો જ હાજર રહ્યા હતા. આ વચ્ચે શાહિદના બંને બાળકો મિશા અને જૈન નજરે આવ્યા ના હતા.

 

View this post on Instagram

 

A post shared by HAPPY BİRTHDAY SHAHİD KAPOOR (@pyarshasha) on

શાહિદ કપૂરે થ્રી લેયર કેક કાપી હતી. શાહિદ કપૂર કેઝ્યુઅલ બ્લેક તથા વ્હાઈટ હૂડીમાં હતો. મીરા બ્લેક ટોપમાં હતી અને તેણે વ્હાઈટ સ્ટ્રિપ્ટ જેક્ટ તથા મેચિંગ પેન્ટ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Happy Birthday Shahid Kapoor (@shahidkapoor.rt) on

મીરા રાજપૂતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શાહિદ સાથેની એક રોમાન્ટિક તસ્વીર શેર કરી છે અને સાથે લખ્યું છે કે, ‘હેપી બર્થડે ટુ લવ ઓફ માય લાઈફ’.

 

View this post on Instagram

 

A post shared by Ishaan (@ishaankhatter) on

શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરે પણ તેના બર્થ ડે પર તસ્વીરો શેર કરીને લખ્યું હતું કે, ‘ઓજી, મેરે બડે મિયાં, હેપી બર્થડે ભાઈજાન’.

 

View this post on Instagram

 

A post shared by HAPPY BIRTHDAY SHAHID KAPOOR 🎂 (@therealshahidkapoorr) on

શાહિદ કપૂરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ‘જર્સી’નું શૂટિંગ કરી રહ્યો છે.આ ફિલ્મ તેલુગુ ફિલ્મની આ જ નામની રીમેકે છે. આ ફિલ્મમાં શાહિદે પિતા પંકજ કપૂર સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ પહેલા પિતા-પુત્રની જોડીએ ફિલ્મ ‘શાનદાર’માં સાથે કામ કર્યું હતું. ‘જર્સી’ ફિલ્મની લીડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર છે. આ ફિલ્મ એક એવા ક્રિકેટના ખેલાડીની હસે જે વધતી ઉંમરમાં ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ ફિલ્મ 20 ઓગસ્ટ 2020ના રિલીઝ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.