શાહિદ કપૂરે ફિલ્મ “જર્સી”ના રિલીઝ થયા પહેલા ખરીદી કરોડો રૂપિયાની આવી લક્ઝરી ગાડી, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ને લઈને ઘણા ચર્ચામાં છે. 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ માટે આ ફિલ્મની પુરી ટીમ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહી છે અને જોર શોરની સાથે પ્રમોશનમાં જોડયેલી છે.

પરંતુ આ વખતે શાહિદ કપૂરની ચર્ચા ફિલ્મને લઈને નહિ પરંતુ તેના એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને થઇ રહી છે જેમાં અભિનેતા નવી લક્ઝરી ગાડી સાથે નજર આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા વાળા શાહિદ કપૂર ઘણી વખત તેની અને પત્નીના વીડિયો શેર કરતા હોય છે જેને ચાહકો ખુબ પસંદ કરતા હોય છે.

પરંતુ શાહિદના લેટેસ્ટ વીડિયોએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો હતો. વીડિયોમાં શાહિદને સફેદ ચમચમાતી ક્લાસી ડાયમંડ મર્સિડીઝ મેબેક એસ 580ની સવારી કરતા જોઈ શકાય છે જેમાં તે એક ઝટકામાં બેસી જાય છે.

આ ગાડીની કિંમત હોશ ઉડાવી દે તેવી છે. અભિનેતાની નવી ગાડીની કિંમત 2.5 કરોડ રૂપિયાથી શરુ થઈને 3.2 કરોડની વચ્ચે છે. આ મજેદાર ટ્રાન્ઝેકશન વાળા વીડિયો સિવાય અભિનેતાએ એક બીજો વીડિયો શેર કર્યો હતો જેમાં તે તેની ગાડીની અંદર તેની અપકમિંગ ફિલ્મનું ગીત ‘મૈયા મેનુ’ પર લિપ સિંક કરતા નજર આવ્યા હતા.  આ વીડિયોને શેર કરતા અભિનેતાએ મજેદાર કેપ્શન આપ્યું હતું કે,’ એક નવા ડ્રાઇવરની જરૂર છે. મારા વાળાએ છોડી દીધું કારણ કે ગાડીમાં ગીત બંધ નથી કરી શકતો.

શેર કરેલા આ વીડિયો પર ચાહકો દિલ ખોલીને લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. લોકોએ ફાયર અને લાલ હાર્ટ વાળું ઈમોજીથી કોમેન્ટ બોક્સને ભરી દીધું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. સ્પોર્ટ્સ ડ્રામાં ફિલ્મ ‘જર્સી’ જલ્દી સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

પરંતુ રિલીઝ પહેલા આ ફિલ્મનું બીજું એક ટ્રેલર લોન્ચ કરવામાં આવશે જેને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન દરમ્યાન જોઈ શકાશે. ફિલ્મ ‘જર્સી’ની વાત કરીએ તો તેલુગુ ફિલ્મની રીમેક છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર અને શાહિદના અસલી પિતા અને અભિનેતા પંકજ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

Patel Meet