મનોરંજન

પાછળની સીટ પર બેસીને પત્ની મીરાની આ આદતથી પરેશાન થઇ ગયો શાહિદ કપૂર, વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

બોલીવુડના હેન્ડસમ અભિનેતા એવા શાહિદ કપૂર અને મીરા રાજપૂત રોમેન્ટિક કપલમાંના એક માનવામાં આવે છે. બંનેની કેમેસ્ટ્રી અને બોન્ડીગ ચાહકોને ખુબ પસંદ આવે છે. બંને અવારનવાર પોતાની રોમેન્ટિક તસવીરો પણ શેર કરતા રહે છે. જ્યા એક તરફ શાહિદ કપૂર બોલીવુડના સ્ટાર છે ત્યાં મીરા બોલીવુડથી મિલો દૂર છે. બોલીવુડથી દૂર હોવા છતાં પણ મીરા લાઇમલાઈટમાં આવી જાય છે અને તેની લોકપ્રિયતા, સુંદરતા અને ફિટનેસ કોઈ અભિનેત્રીથી કમ નથી.

એવામાં તાજેતમા જ શાહિદે મીરાનો એવો વીડિયો શેર કર્યો છે કે જેને જોઈને લાગશે કે શાહિદ કપૂર મીરાની આ આદથી ખુબ પરેશાન થઇ ગયો છે. શાહિદે તાજેતરમાં જ મીરાનો એક વીડિયો શેર કરીને તેની આદતનો ખુલાસો કર્યો છે, શાહિદ વીડિયોમાં મીરાના ફોન ચલાવવાની આદતની મજાક બનાવતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મીરાની નકલ કરતા કરતા શાહિદ પોતાના ચહેરા પર ફની એક્સપ્રેશન આપી રહ્યો છે, જેને જોઈને કોઈને પણ હસવું આવી જાય. જો કે પહેલા પણ શાહિદ મીરાની ફોન ચલાવવાની આદતનો મજાક બનાવી ચુક્યો છે.

જણાવી દઈએ કે શાહિદ-મીરા પોતાના બાળકો સાથે યુરોપ ટ્રીપ પર પહોંચ્યા હતા, આ વેકેશન પર તેઓ પોતાના લગ્નના સાત વર્ષ પૂર્ણ થવાની ખુશી માટે પહોંચ્યા હતા. એનિવર્સરીના ખાસ અવસર પર મીરાએ યુરોપ ટુરની એક તસ્વીર શેર કરી હતી જેમાં બંને બેન્ચ પર બેસીને તડકાની મજા લેતા જોવા મળ્યા હતા. શાહિદે પણ તસવીર શેર કરીને લખ્યું કે,”સાત વર્ષ પુરા થઇ ગયા છે બેબી. હેપ્પી એનિવર્સરી, તે આ સાત મુશ્કિલ વર્ષને આસાન બનાવ્યા છે. તું એક સર્વાઇવર અને લીજેન્ડ છે”.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહિદની છેલ્લી ફિલ્મ જર્સી હતી, ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં તેના પ્રદર્શનને ખુબ પ્રશંસા મળી હતી. ફિલ્મમાં શાહિદની સાથે મૃણાલ ઠાકુર પણ મુખ્ય કિરદારમાં હતી. હાલ શાહિદ પાસે ફિલ્મ ફર્ઝી અને બ્લડી ડૈડીના પ્રોજેક્ટ છે.