આજકાલ સોશિયલ મીડિયા પર બોલિવૂડ સેલિબ્રિટીઓના બાળપણના વીડિયો અને તસવીરો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જો કે મજાની વાત એ છે કે તેમના ચાહકોને તે ખુબ પસંદ પણ આવી રહ્યા છે. તો બીજી તરફ એવા ઘણા ચાહકો છે જે તેમના માનિતા સ્ટાર્સની તસવીરો અને વીડિયોનું કલેક્શન પણ રાખે છે. જ્યાંથી પણ તેમના ફેવરિટ સ્ટારની તસવીરો મળે તેઓ કલેક્ટ કરી લેતા હોય છે.
આજે અમે વાત કરીશું શાહરૂખ ખાનની. કહેવાય છે ને કે નામ હી કાફી હૈ. કારણ કે શાહરૂખ ખાનની એટલી ફેન ફોલોઇંગ છે કે ન પૂછો વાત, માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ તેમને ખુબ પ્રેમ કરવામાં આવે છે. તેમની એક ઝલક જોવા માટે ચાહકો કલાકો સુધી રાહ જોવે છે, તેમની સાથે સેલ્ફી લેવા પણ પડાપડી થાય છે.
શાહરૂખ અત્યારે જેટલો હેન્ડસમ દેખાય છે તેવો બાળપણમાં ક્યૂટ દેખોતો હતો. શાહરૂખ નાનપણમાં તેના નાના દીકરા અબ્રામ જેવો લાગતો હતો. હવે તેમની એક તસવીર સામે આવી છે. જેને જોઈને તમને પણ તેના પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવશે. કારણ કે આ તસવીરમાં શાહરૂખ ખુબ ક્યૂટ લાગી રહ્યો છે. એટલે જ તો તેને રોમાન્સનો કિંગ કહેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો જન્મ દિલ્હીમાં થયો છે. તેમના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ ખાન છે અને તેમની માતાનું નામ લતીફ ફાતમા છે. નોંધનિય છે કે શાહરૂખ ખાનનો પરિવાર પહેલા પાકિસ્તાનના પેશાવરમાં રહેતો હતો. પછી તે ભારત આવીને રહેવા લાગ્યા. શાહરૂખે હંસરાજ કોલેજમાં અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેમણે થિયેટર જોઈન કર્યું.
શરૂઆતમાં શાહરૂખ ખાન ધારાવાહિકમાં કામ કરતો હતો જેમા દિલ દરિયા, ફૌજી અને સર્કસ મુખ્ય છે. ત્યારબાદ તેમણે ફિલ્મોમાં એન્ટ્રી કરી અને એક બાદ એક અનેક હિટ ફિલ્મો આપી. આજે તેમને કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગૌરી સાથે લગ્ન કર્યા છે. તેમના ત્રણ બાળકો છે. જેમાં દીકરી સુહાના અને બે પુત્ર અબ્રાહમ અને આર્યન.