હવેથી કિંજલ દવે હવે નહીં ગાઇ શકે પોતાનું જ આ ફેમસ ગીત, આ કારણે મુકાઈ ગયો પ્રતિબંધ

ગુજરાતની જાણિતી લોકગાયિકા કિંજલ દવેને આજે કોઇ ઓળખની જરૂર નથી. તે આજે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં પણ મોટુ નામ બની ગઇ છે. તે ગુજરાત સિવાય દેશ વિદેશોમાં પણ કાર્યક્રમો કરે છે. તેણે ઘણીવાર અમેરિકાની ધરતી પર પણ પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો છે.

ત્યારે કિંજલ દવે જે ગીત ગાઇ ફેમસ થઇ હતી તે હતુ ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’. આ ગીતથી જાણીતી બનેલી કિંજલ દવેને અમદાવાદની સિટી સિવિલ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. આ ગીતનો કોપીરાઇટનો વિવાદ ચાલી રહ્યો હોવાથી સિટી સિવિલ કોર્ટે કિંજલ દવે પર આ પ્રખ્યાત ગીત ગાવાનો પ્રતિબંધ મુક્યો છે. હવે કિંજલ તેનું આ પ્રખ્યાત ગીત નહીં ગાઇ શકે.

જણાવી દઇએ કે, ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી અને વિવાદની સેશન્સ કોર્ટમાં હાલમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી” ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે તેવો આદેશ કોર્ટે આપ્યો છે.

ત્યારે હવે કોર્ટના હુકમથી કિંજલ દવેને મોટો ફટકો પડી શકે છે. ચાર ચાર બંગડીવાળી ગીત કિંજલ દવેના ફેમસ ગીતોમાંથી એક છે. આ ગીતને કારણે કિંજલ દવેની પોપ્યુલારિટી વધી હતી. 20 ડિસેમ્બર 2016ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ઘણુ લોકપ્રિય થયું હતું.

જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.

એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય. કિંજલે ગીતમાં સામાન્ય ફેરફાર કરીને ગીતની નકલ કરી હતી. જેને લઇને તેને નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટ સમક્ષ હાજર ન હોતી થઇ. કોર્ટે ગીત ગાવા તેમજ ગીતની સીડી કે કેસેટના રૂપમાં તેને વેચવા પર તેમજ કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો છે.

Shah Jina