આર્કિટેક્ચરમાં ભણતા વિદ્યાર્થી શિવે ધાબા ઉપરથી છલાંગ લગાવી સ્યુસાઇડ કરતા ચકચાર મચી, બહુ જ ખોટું થયું….

અમદાવાદમાં 23 વર્ષના વિદ્યાર્થી શિવ મિસ્ત્રી એપાર્ટમેન્ટના ધાબેથી કૂદી ગયો, પરિવારજનોનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા છે, લેખમાં વાંચો અંદરની વિગત

sept university student commits suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત (suicide) ના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક સમસ્યાના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ (student) ના આપઘાત કરવાના મામલા પણ ચિંતાનો વિષય બની રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ ઘણા બાળકોએ ભણતરના ભાર નીચે દબાઈને આપઘાત કરી પોતાના જીવનને ટૂંકાવી લીધું છે.

ત્યારે હાલ તાજો જ મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વડોદરાના અને હાલ અમદાવાદની સેપ્ટ યુનિવર્સીટીના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસમાં અભ્યાસ કરી રહેલા 23 વર્ષના શિવ મિસ્ત્રીએ પંચવટી પાસે આવેલા ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી મોતને વહાલું કરી લીધું.

ઘટનાની જાણ થતા જ યુનિવર્સીટી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવક દ્વારા લખવામાં આવેલી બે સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ મામલે યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે શિવે ભણતરના ભારના કારણે આપઘાત કરી લીધો છે. ત્યારે હાલ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

યુવક દ્વારા લખવામાં અવેલ સ્યુસાઇડ નોટમાં તેને પોતાના માતા-પિતા મિત્ર અને એક મહિલા મિત્રનું સંબંધોન કર્યું છે. પોલીસે આ સ્યુસાઇડ નોટને પણ FSLમાં તપાસ માટે મોકલી આપી છે. આ ઉપરાંત યુકેના શરીર પાર એક સેડ ઈમોજી ટેટુ પણ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેના કારણે આ આશાસ્પદ યુવકે શા કારણે આપઘાત કર્યો તેની સાચી હકીકત જાણવા મળી શકે.

Niraj Patel