કોન્ડોમને લઈને એવો ભયાનક ખુલાસો થયો કે જાણીને હચમચી જશો
આજના સમયમાં લોકો પોતના ફાયદામાં માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. અહીંયા સુધી કે પોતાના પરિવારના વ્યક્તિ વિરુદ્ધ પણ ષડયંત્રો રચી શકે છે. તો બીજા કોઈ વિશે તો કહેવું જ શું? ત્યારે આવું જ એક બીજાને નુકશાન પહોચાડનારું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કૉન્ડોમને ધોઈને વાપરવામાં આવતા હતા.

આ મામલો સામે આવ્યો છે દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશ વિયેતનામમાંથી. જ્યાં પોલીસ દ્વારા વપરાયેલા કૉન્ડોમ પકડ્યા છે. આ કૉન્ડોમને પાણીમાં ધોઈને નવા કૉન્ડોમના રૂપમાં વેચવામાં આવી રહ્યા હતા. આ કૉન્ડોમને દેશના દક્ષિણી પ્રાંત બિન્હ દુઓન્ગના એક ગોડાઉનની અંદર લગભગ એક ડઝન બેગની અંદર ભરીને રાખવામાં આવ્યા હતા.

વિયતનામની સરકારી ટીવી ચેનલ વીટીવીના રિપોર્ટ પ્રમાણે કૉન્ડોમથી ભરાયેલી આ બેગનું વજન લગભગ 360 કિલોગ્રામ છે. આ ગોડાઉનના માલિકનું કહેવું છે કે તેમને અજ્ઞાત વ્યક્તિ દ્વારા દર મહિને વપરાયેલા કૉન્ડમની બેગ મળતી હતી.

પોલીસ છાપેમારી દરમિયાન ધરપકડ કરવામાં આવેલી એક મહિલાએ જણાવ્યું કે વપરાયેલા કૉન્ડોમને પહેલા ઉકળતા પાણીમાં નાખવામાં આવતા હતા. ત્યારબાદ તેને સૂકવવામાં આવતા હતા. ત્યારબાદ તે કૉન્ડોમને લાકડાના પેનીસ ઉપર ફરીથી આકાર આપવામાં આવતો હતો. ત્યારબાદ કૉન્ડોમને ફરીથી પેકેટમાં ભરીને વેચવામાં આવતા હતા.

ટીવી ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા વપરાયેલા કૉન્ડોમ બીજીવાર વેચવામાં આવ્યા છે. મહિલાએ જણાવ્યું કે જેટલા કિલો વપરાયેલા કોન્ડોમ બનાવતી હતી તે જ હિસાબથી પૈસા મળતા હતા.

તમને જણાવી દઈએ કે કૉન્ડોમને વાપર્યા બાદ તેને તાત્કાલિક નષ્ટ કરવાના હોય છે કારણ કે તેને ખતરનાક મેડિકલ કચરો માનવામાં આવે છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે: “કૉન્ડોમને મેડિકલ આઈટમ માનવામાં આવે છે અને અમે જોઈશું કે ગોડાઉનના માલિકે કેટલા કાનૂન તોડ્યા છે.” સ્થાનીય લોકોનું કહેવું છે કે આ કોન્ડોમને આસપાસની દુકાનો અને હોટેલમાં વેચવામાં આવતા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.