રોડ ઉપર હાથીનું ટોળું આવી રહ્યું હતું ત્યારે જ આ બે યુવકો ઉભા રહીને લેવા લાગ્યા સેલ્ફી, અને પછી થયું કંઈક એવું કે ઉભી પુછડીએ ભાગવું પડ્યું, જુઓ વીડિયો

પ્રાણીઓ જોવા માટે ઘણા લોકો જંગલ સફારીનો આનંદ પણ માણતા હોય છે, પરંતુ આ જંગલ સફારી દરમિયાન ઘણા લોકો પ્રાણીઓ સાથે એવી એવી હરકતો કરે છે કે તેને જોઈને આપણને પણ ગુસ્સો આવી જાય. ઇન્ટરનેટ ઉપર એવા ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો રોડ ઉપર ચાલી આવતા હાથીના ટોળાને જોઈને સેલ્ફી લેવા માટે જાય છે.

હાથીઓ ખૂબ જ શાંત હોય છે. જો કે જ્યારે તેનું માથું ફરે છે ત્યારે તેના કરતાં વધુ ખતરનાક કોઈ નથી ! અને હા, ક્યારેક હાથી માણસો કરતા વધુ બુદ્ધિશાળી હોય છે. જો તમને વિશ્વાસ ન હોય તો આ વીડિયો જુઓ, જેને IAS ઓફિસર સુપ્રિયા સાહુએ 6 ઓગસ્ટે શેર કર્યો હતો અને કહ્યું હતું કે- વન્યજીવો સાથે સેલ્ફીનો ક્રેઝ જીવલેણ બની શકે છે. આ લોકો નસીબદાર હતા કે વિશાળ હાથીએ તેમની નિર્દોષતા માટે તેમને માફ કરી દીધા ! અન્યથા… શકિતશાળી હાથીઓને લોકોને પાઠ ભણાવવામાં લાંબો સમય લાગતો નથી.”

આ ક્લિપ 56 સેકન્ડની છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે રસ્તા પર હાથીના ટોળાને જોઈને ડ્રાઈવર ગાડીને રોડ ઉપર ફેરવીને ઉભી રાખે છે. પરંતુ હાથીઓથી દૂર જવાને બદલે કેટલાક યુવાનો ત્યાં ઉભા રહીને સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. પછી એક યુવક વચ્ચેના રસ્તા પર ઊભો રહે છે અને એક મિત્રને સેલ્ફી લેવાનું કહે છે. તે ફોટો માટે સ્વેગ સાથે પોઝ પણ આપે છે. સેલ્ફી લીધા પછી બંને રસ્તા પર હાજર રહે છે. લોકોની ભીડ અને તેમની હિલચાલ જોઈને હાથીઓ અચાનક તેમની તરફ દોડે છે. લોકો પોતાને બચાવવા દોડે છે. પરંતુ હાથીઓ કોઈને નુકસાન પહોંચાડતા નથી અને જંગલમાં જાય છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 68 હજારથી વધુ વ્યૂઝ અને 2 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. ઉપરાંત, સેંકડો યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, ઘણાએ આ યુવાનોને મૂર્ખ અને હાથીઓને સ્માર્ટ ગણાવ્યા છે ! ત્યાં, કેટલાક યુઝર્સે એમ પણ લખ્યું કે લોકો સોશિયલ મીડિયા પર બધું પોસ્ટ કરીને લાઇક્સ અને વ્યુઝ મેળવવાના લોભમાં પોતાનો જીવ જોખમમાં નાખવાથી ડરતા નથી. જ્યારે એક યુઝરે કહ્યું કે મેમ આ વીડિયો જૂનો લાગે છે. આ 4 મહિના પહેલાની ઘટના છે!

Niraj Patel