PUBG ગેમમાં થયેલા પ્રેમમાં પાકિસ્તાન છોડીને ભારત આવી પ્રેમ સાથે લગ્ન કરનારી સીમા હૈદર હવે ગળામાં પહેરે છે સચિનના નામનું મંગળસૂત્ર, સેંથામાં ભરે છે સિંદૂર, હિન્દૂ ધર્મમાં રંગાયેલી પાકિસ્તાની મહિલાને જોવા લાગે છે ટોળા, જુઓ વીડિયો
Seema Haider Love Story : હાલ આખા દેશમાં એક પ્રેમ કહાની ખુબ જ ચર્ચામાં છે, જેમાં પબજી ગેમ રમતા રમતા એક પાકિસ્તાની મહિલા એક ભારતીય યુવકને દિલ આપી બેઠી, મહિલા પરણિત હતી અને ચાર બાળકોની માતા પણ હતી, પરંતુ પોતાના પ્રેમીને પામવા માટે તે બધા જ બંધનો તોડીને સરહદ પાર ભારત આવી ગઈ અને પોતાના પ્રેમી સાથે રહેવા લાગી.
હિન્દૂ રંગમાં રંગાઈ પાકિસ્તાની સીમા :
આ મામલે પોલીસ કાર્યવાહી પણ થઇ હતી અને બંનેને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે આ કપલ જેલની બહાર આવી ગયું છે અને પોતાના ઘરે છે, ત્યારે તેમના વિસ્તારમાં પણ મેળા જેવો માહોલ જામ્યો છે અને પાકિસ્તાની વહુને જોવા માટે લોકો પણ ઉમટી રહ્યા છે. તો પાકિસ્તાનથી ભાગીને આવેલી સીમાએ પણ પોતાને હવે હિન્દૂ સંસ્કૃતિના રંગમાં રંગવાનું શરૂ કરી દીધું છે.
સનાતન ધર્મમાં આવી ગયો છે વિશ્વાસ :
સીમાને હવે સનાતન ધર્મમાં વિશ્વાસ આવી ગયો છે. ગળામાં રાધે રાધેનો પટ્ટો પહેરીને તે લોકોની બે હાથ જોડીને અભિવાદન કરી રહી છે. એટલું જ નહીં તે વડીલોના ચરણસ્પર્શ કરીને તેમના આશીવાર્દ પણ લે છે અને ભગવાનની પ્રાર્થના પણ કરે છે. સીમાનું કહેવું છે કે સચિનના પ્રેમના કારણે તેને હવે હિન્દૂ ધર્મ અપનાવી લીધો છે અને તે હવે હિન્દૂ બનીને જ રહેશે.
નોન વેજ છોડી શાકાહારી થઇ ગઈ છે સીમા :
સીમા હવે ભારતીય મહિલાઓની જેમ જ શણગાર પણ સજી રહી છે, તેને સચિનના નામનું મંગળ સૂત્ર પહેર્યું છે અને સેંથામાં પણ તેના નામનું સિંદૂર ભર્યું છે. તેનું કહેવું છે કે તેને હિન્દૂ ધર્મમાં બહુ જ સારું લાગે છે. સચિનનો પરિવાર શુદ્ધ શાકાહારી પરિવાર છે અને લસણ પણ નથી ખાતો, ત્યારે નોન વેજ ખાનારી સીમાએ પણ હવે તેમના પરિવાર જેવું જ ખાવાનું શરૂ કરી દીધું છે.
#नोएडा के सचिन के साथ ही रहना चाहती है पाकिस्तान की सीमा हैदर, कोर्ट से मिल गई है जमानत#Noida #seemahaider #noidanews #Sachin #BREAKING #breakingnews pic.twitter.com/Fd7mvIxOep
— Shailendra Singh (@Shailendra97S) July 8, 2023