પાકિસ્તાની સીમા ભાભીના નવા વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી જબરદસ્ત ધમાલ, જોઈને તમે પણ કહેશો કે “ગદર” શરૂ થઇ ગયું

સીમા હૈદરનો નવો વીડિયો વાયરલ, ઇન્સ્ટાગ્રામ પર ધડાધડ વધી રહ્યા છે ફોલોઅર્સ, લાખો લોકો જુએ છે વીડિયો, તમે પણ જુઓ

Seema Haider Dance Video : પબજીમાં પ્રેમ કરીને પોતાના ચાર બાળકો સાથે ભારત આવી ગયેલી સીમા હૈદરની ચર્ચા આજે દેશભરમાં છવાયેલી છે. તેના જીવન વિશેની એક એક અપડેટ પણ લોકો મેળવવા માંગતા હોય છે. હાલમાં જ એટીએસ દ્વારા તેની અને તેના પતિની પુછપરછ પણ પૂર્ણ થઇ છે. ત્યારે સીમાના સોશિયલ મીડિયા પર પણ ફોલોઅર્સ ધડાધડ વધવા લાગ્યા છે અને સીમા પણ રોજ નવા નવા વીડિયો પોસ્ટ કરતી રહે છે, ત્યારે ચાર દિવસ પહેલા જ સીમા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક રીલ પણ વાયરલ થઇ રહી છે.

ફિલ્મ ગદરના ગીત પર બનાવી રીલ :

આ ક્લિપમાં, સીમાએ એક નવું ગીત રેકોર્ડ કર્યું છે, જેમાં તે બોલિવૂડની સૌથી લોકપ્રિય ફિલ્મ “ગદર” ફિલ્મનું એક ગીત ગાઈ રહી છે. વીડિયો બનાવતી વખતે તેણે સેલ્ફી કેમેરામાં ‘ઘર આજા પરદેશી કી તેરી મેરી એક જીંદડી’ ગીતના લિરિક્સ કોપી કર્યા હતા. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, તેણીએ ફિલ્મ ગદરના ગીત “મૈં દોડી આઉંગી, તુ બસ એક આવાઝ લગાના…” થી શરૂઆત કરી હતી.

વાયરલ થયો વીડિયો :

વીડિયોમાં સીમા હૈદર ક્યાંક બહારના વિસ્તારમાં ઊભી છે અને વીડિયો બનાવી રહી છે. જ્યારે અન્ય કોઈ વ્યક્તિ પણ હાજર છે જેના ખભા પર સીમાએ હાથ મૂક્યો છે,  તેના વીડિયો પર ઘણા લોકો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. કેટલાક લોકો સીમાના ભારતમાં આગમન પર તેમનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો એવા છે જેમને શંકા છે કે તે કોઈ એજન્ટ હોઈ શકે છે. આ જ કારણ છે કે આજકાલ અખબારથી લઈને ટીવી, ન્યૂઝ વેબસાઈટ સુધી સીમા દરેક જગ્યાએ દેખાય છે.

પ્રેમી માટે છોડ્યું પાકિસ્તાન :

જણાવી દઈએ કે 27 વર્ષની સીમાએ સચિન મીના માટે પાકિસ્તાનનું સિંધ છોડી દીધું હતું. સીમાએ 2019માં સચિન સાથે PUBG રમવાનું શરૂ કર્યું હતું. બંનેની લવ સ્ટોરી ઓનલાઈન ગેમ રમતી વખતે શરૂ થઈ હતી. આ વર્ષે મે મહિનામાં તેના ચાર બાળકો સાથે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (યુપી એટીએસ) અને ગૌતમ બુદ્ધ નગર પોલીસ દ્વારા ઘણી પૂછપરછ કરવામાં આવી હતી. પાકિસ્તાની મહિલાને જામીન પર છોડવામાં આવી, જેણે પહેલા હિન્દુ ધર્મ અપનાવ્યો અને પછી સચિન સાથે લગ્ન કર્યા.

Niraj Patel