PUBGમાં પ્રેમ કરીને ભારત આવી ગયેલા પાકિસ્તાની ભાભીની બહેનપણીએ સચિનને આપી દીધી ચેતવણી, કહ્યું, “સીમા દગાબાજ છે, સાચવીને રહેજે સચિન…” જુઓ બીજું શું કહ્યું ?

“સીમા હૈદર દગાબાજ છે, સાચવીને રહેજે” બાળપણની બહેનપણીએ હવે સચિનને આપી દીધી ચેતવણી, જાણો શું છે મામલો

Seema S Childhood Friend From Pakistan :હાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને સચિનની પ્રેમ કહાની ખુબ જ  ચર્ચામાં છે. આ બંનેને પબજી ગેમમાં પ્રેમ થયો અને પોતાના પ્રેમીને પામવા માટે સીમા સરહદ પાર કરી પોતાના ચાર બાળકોને લઈને ભારત આવી ગઈ, જ્યાં તેને અને સચિનને જેલમાં પણ જવું પડ્યું અને  જયારે હવે તે જ્યારે જામીન પર છૂટીને જેલની બહાર આવી ગયા છે ત્યારે ઘણા બધા મીડિયા કર્મીઓ અને યુટ્યૂબરો  તેમના ઘરે પહોંચી રહ્યા છે અને તેમના જીવન અને પ્રેમ કહાનીઓ વિશે માહિતી શેર કરી રહ્યા છે.

સીમાની બહેનપણીના આરોપ :

ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાંથી પણ ઘણા બધા વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ એવા જ એક વીડિયોમાં એક પાકિસ્તાની યુવતીએ સીમા વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોતાને સીમાની બાળપણની મિત્ર કહેનારી એક પાકિસ્તાની યુવતીએ વીડિયો શેર કરી તે સીમાને બાળપણથી ઓળખે છે અને તેની હરકતોથી પણ પરિચિત છે તેમ જણાવ્યુ.  યુવતીએ એમ પણ જણાવ્યું કે સીમાને ક્રિકેટ ખુબ જ પસંદ છે અને તે દગાબાજ છે. સાથે જ તેને એમ પણ કહ્યું કે સીમા હિંદુઓ અને પાકિસ્તાનીઓ સાથે દગો કરી રહી છે.

સીમાને PUBG  કરતા વધારે પસંદ છે ક્રિકેટ :

વાતચીતની શરૂઆતમાં મહિલા કહે છે કે સીમાને ક્રિકેટ સૌથી વધુ ગમે છે. રમત માટે ખૂબ સાયકો છે. તે એક મોટી ચીટર છે. મહિલાએ દાવો કર્યો હતો કે તે જાણતી હતી કે તે ભારત જઈ રહી છે. જ્યારે તેને ખબર પડી કે તે મુસ્લિમ બન્યા પછી હિંદુ ધર્મ અપનાવી રહી છે ત્યારે તેણે સીમાનો અસલી ચહેરો બધાની સામે લાવવાનું વિચાર્યું. લગભગ બે મિનિટ અને 20 સેકન્ડના વિડિયોમાં સાંભળી શકાય છે કે છોકરો, જે પોતાને સૈયદ બાસિત અલી કહે છે, સીમાના કથિત બાળપણના મિત્રને પૂછે છે કે શું આ વીડિયો જોયા પછી સીમા તેને ઓળખશે?

સચિને આપી ચેતવણી :

મહિલા જવાબમાં કહે છે કે આ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી જશે. પછી છોકરો પૂછે છે કે સીમા કઈ રમતો રમે છે અને પસંદ કરે છે. મહિલાનું કહેવું છે કે સીમાને PUBG કરતાં ક્રિકેટ વધુ ગમે છે. પછી પ્રશ્ન પૂછે છે કે તમે તમારા મિત્રનું રહસ્ય કેમ જાહેર કરી રહ્યા છો, તો મહિલા કહે છે કે તેને તેની જરૂર નથી અને તેણે દીન સાથે છેતરપિંડી કરી છે. તે જ સમયે, મહિલાએ વધુમાં કહ્યું કે તે હિન્દુઓને પણ છેતરે છે. તે કંઈપણ કરી શકે છે. મુસ્લિમ બન્યા પછી, હિન્દુ બનવાની જેમ, આ પછી પણ તે કંઈપણ કરી શકે છે. તે ખ્રિસ્તી પણ બની શકે છે.

Niraj Patel