આખરે કેમ પીએમ મોદીના બોડીગાર્ડ્સ તેમની સાથે લઇને ચાલે છે સ્પેશિયલ બ્રીફકેસ ? શું હોય છે આખરે આ બ્રીફકેસની અંદર

શું મોદી પોતાની સાથે બ્રીફકેસમાં ન્યુક્લિયર બોમ્બ લઇને ચાલે છે ? આ બ્રીફકેસનું સત્ય જાણીને ગર્વ થશે

છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાનની સુરક્ષાને લઈને ઘણી વાતો થઈ રહી છે. પંજાબમાં સુરક્ષાના અભાવને લઈને મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. PMની સુરક્ષાની વાત ચાલી રહી છે ત્યારે શું તમે ક્યારેય એ વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે PM ની સુરક્ષાનો મોટો કાફલો કેવી રીતે કામ કરે છે અને PMની બાજુમાં કાળી બેગ લઈને ફરનારા લોકો કોણ છે ? અને આવું કેમ થાય છે ?

તો ચાલો જાણીએ આજે કે વડાપ્રધાનના કાફલામાં કેવા પ્રકારની સુરક્ષા છે અને આખરે આ કાળી બેગનો મામલો શું છે જે હંમેશા વડાપ્રધાનની આસપાસ રહે છે. સોશિયલ મીડિયા પર આવી અફવા સામાન્ય છે કે વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા રાખવામાં આવેલી બ્રીફકેસ પરમાણુ બ્રીફકેસ છે. જેમાં પરમાણુ બોમ્બનું ટ્રિગર હોય છે. આ કાળા બ્રીફકેસ પર શંકાના વાદળો મંડરાઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક બાદથી નરેન્દ્ર મોદી પરમાણુ બ્રીફકેસ વગર કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપતા નથી.

26 જાન્યુઆરીએ આયોજિત ગણતંત્ર દિવસની ઉજવણીના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે બતાવવામાં આવ્યા, જેમાં એસપીજી આ બ્રીફકેસ ધરાવે છે. જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો બ્રીફકેસનું વજન 10થી 12 કિલોની વચ્ચે છે. બ્રીફકેસમાં નાનું એન્ટેના અને પરમાણુ બોમ્બ ટ્રિગર છે. પીએમ મોદી દુનિયાના કોઈપણ ખૂણે ગમે ત્યારે બોમ્બ ફેંકી શકે છે. આ બ્રીફકેસ લેપટોપ સાથે જોડાયેલ છે. એવું કહેવાય છે કે જે પણ અધિકારી પાસે આ બ્રીફકેસ હોય તે મોદીની આસપાસ રહે છે. અત્યાર સુધી માત્ર એવી અફવાઓ સાંભળી હતી કે આવી બ્રીફકેસ/બેગ હંમેશા અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ પાસે હોય છે. બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા ત્યારે તેમના કાફલામાં હાજર ચાર બેગ પર સૌની નજર હતી.

સંરક્ષણ નિષ્ણાત પીકે સહગલનું કહેવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યારે પણ જાય છે ત્યારે પરમાણુ નિયંત્રણના કોડ હંમેશા તેમની સાથે હોય છે. આ બ્રીફકેસને ન્યુક્લિયર ફૂટબોલ કહેવામાં આવે છે. આ બ્લેક બ્રીફકેસ પણ રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ હોય છે. વડાપ્રધાનની દરેક તસવીરમાં આ બ્રીફકેસ સુરક્ષા અધિકારીના હાથમાં જોવા મળે છે. સવાલો ઉઠી રહ્યા છે કે શું પીએમ મોદી પણ ગમે ત્યાંથી પરમાણુ બોમ્બ ફેંકી શકે છે? શું આ બ્રીફકેસનો પાસવર્ડ માત્ર તેમની પાસે જ છે? મીડિયા રીપોર્ટ અનુસાર, આ બાબતે તપાસ કર્યા બાદ જાણવા મળ્યુ કે આ ન્યુક્લિયર બ્રીફકેસ નથી, પરંતુ પોર્ટેબલ બુલેટપ્રુફ શિલ્ડ છે. તે સંપૂર્ણપણે ખુલે છે અને ઢાલ તરીકે કામ કરે છે. આ તેમની અંગત સુરક્ષા માટે છે. જો વડાપ્રધાન પર આતંકવાદી હુમલો થાય તો સુરક્ષા કમાન્ડોએ તરત જ તેને ખોલીને પીએમની સામે ઢાલની જેમ તેનો ઉપયોગ કરે છે.આ બ્રીફકેસ ઉર્ફે બેલિસ્ટિક શિલ્ડ કોઈપણ પ્રકારના હુમલા સામે રક્ષણ આપવા સક્ષમ છે.

આ બ્રીફકેસમાં એક ગુપ્ત ખિસ્સા પણ છે, જેમાં પિસ્તોલ છે. આતંકવાદી હુમલા દરમિયાન આ બ્રીફકેસ સુરક્ષા કવચનું કામ કરે છે. તેથી જ તેને પકડેલા કમાન્ડો વડાપ્રધાનની આસપાસ જ રહે છે.આ જ પ્રકારની પોર્ટેબલ બુલેટ પ્રૂફ શિલ્ડનો ઉપયોગ NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) દ્વારા પણ ગૃહમંત્રી રાજનાથ સિંહની સુરક્ષામાં કરવામાં આવે છે. હાલના દિવસોમાં એનએસજીએ ગૃહ પ્રધાન રાજનાથ સિંહની સુરક્ષામાં ધમકીના મૂલ્યાંકનના આધારે બ્રીફકેસ શિલ્ડનો ઉપયોગ વધાર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા ગૃહમંત્રી રાજનાથ સિંહને Z+ શ્રેણીની NSG સુરક્ષા આપવામાં આવી છે. જ્યારે પણ ગૃહમંત્રી પગપાળા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે એનએસજીના બ્લેક કેટ કમાન્ડો તેમની સાથે બ્રીફકેસ બુલેટપ્રૂફ શિલ્ડ લઈ જાય છે.

Shah Jina