આવું ગજબનું સ્કૂટર તમે આજ પહેલા નહિ જોયું હોય, જે સીધું નહિ પરંતુ ચાલે છે ઊંધું, વીડિયો જોઈને સૌ કોઈનું દિમાગ ચકરાવે ચઢ્યું, જુઓ વીડિયો
Scooter Unique Design Video : દેશ અને દુનિયામાં જુગાડીઓની કમી નથી, તેઓ ઘણીવાર એવી એવી વસ્તુઓ બનાવતા હોય છે જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે. આવા ઘણા વીડિયો તમે જોયા હશે જેમાં લોકો અવનવા જુગાડ કરતા હોય છે અને આ જુગાડ દ્વારા તેઓ ફેમસ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ આવા જ એક જુગાડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાનું સ્કૂટર એવી રીતે બનાવ્યું કે તે સીધું નહિ ઊંધું ચાલી રહ્યું છે.
ઊંધું ચાલતું સ્કૂટર :
આ સ્કૂટરની ડિઝાઈન તમે સપનામાં પણ નહીં વિચારી શકો. પ્રથમ નજરમાં આ સ્કૂટર સામાન્ય લાગે છે. પણ જ્યારે તેને ચલાવવાની વાત આવે છે, ભાઈ… આખી સિસ્ટમ ઊંધી દેખાય છે. હા, સ્કૂટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેને ચલાવવા માટે, તમારે તેના હેન્ડલ સાથે બાજુ પર બેસવું પડશે. જ્યાં તમે બાળપણમાં તમારા પિતા સાથે સ્કૂટર ચલાવતા ઉભા રહેતા હતા.
જુગાડ જોઈને સૌ કોઈ હક્કાબક્કા :
સ્કૂટરનું ઓરિજિનલ હેન્ડલબાર પાછળની સીટની નીચે મૂકવામાં આવ્યું છે. એકંદરે સ્કૂટર સીધું દેખાય છે પણ ચાલે છે ઊંધું. સ્કૂટરનું ગણિત સમજવા માટે તમારે વીડિયો જોવો પડશે. આ વીડિયો @araffabdurrahmanના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 13 લાખ વ્યૂઝ અને 25 હજાર લાઈક્સ મળી ચૂકી છે.
View this post on Instagram
લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ :
આ ઉપરાંત સ્કૂટરની ડિઝાઈન જોઈને જનતા ચોંકી ગઈ છે અને પરેશાન થઈ ગઈ છે. કારણ કે દરેકનો પ્રશ્ન છે કે સ્કૂટર એવી રીતે ચલાવવાનો શો આનંદ છે કે જે પહેલા ન આવતો હોય. આ સ્કૂટરના વીડિયો પર લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ સ્કૂટરના વખાણ કરી રહ્યું છે તો કોઈ વ્યક્તિના જુગાડના. તો કોઈ આને રોડ સેફટીના નિયમ વિરુદ્ધનું પણ કહી રહ્યું છે.