“જેવી રીતે હું મરી છું, એવી જ રીતે શાહરુખને પણ મરવું જોઈએ !” 17 વર્ષની દીકરી અંકિતાની મોત પહેલાના છેલ્લા શબ્દો, સાંભળીને રડી પડશો.. જુઓ વીડિયો

દુમકાની અંકિતા ઉપર આજે આખો દેશ દુઃખી છે. 17 વર્ષની અને ધોરણ 12માં આભ્યાસ કરતી અંકિતાને શાહરુખ નામના યુવકે એકતરફી પ્રેમના કારણે પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી. અંકિતાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો. અંકિતાના મોત બાદ દુમકામાં સ્થિતિ ખુબ જ નાજુક બની છે. ત્યારે આ દરમિયાન અંકિત જયારે સારવાર માટે હોસ્પિટલમાં હતી ત્યારનો એક તેનો અંતિમ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે શાહરુખને સજાની માંગ કરી રહી છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન રેકોર્ડ કરાયેલા વીડિયોમાં અંકિતા કહેતી જોવા મળી રહી છે કે, “સોમવારે રાત્રે મેં પપ્પાને શાહરૂખ વિશે કહ્યું. પપ્પાએ કહ્યું સવારમાં જોઈ લઈએ. શાહરૂખની સાથે તેનો મિત્ર છોટુ ખાન પણ હતો. મેં બંનેને બારીમાંથી ભાગતા જોયા. આ નિવેદન નોંધ્યા બાદ પીડિતા અંકિતાને 23 ઓગસ્ટના રોજ દુમકામાં પ્રાથમિક સારવાર બાદ RIMS રાંચીમાં મોકલવામાં આવી હતી.

“હું જે રીતે મરી રહી છું, તેને પણ એવી જ સજા મળવી જોઈએ…” મૃત્યુ પહેલા અંકિતાના મોંમાંથી તેના ગુનેગાર માટે આ વાત નીકળી હતી. તે 5 દિવસ સુધી હોસ્પિટલના પલંગ પર તેના સળગેલા શરીર સાથે મોત સામે લડી, પરંતુ ઘા એટલા ઊંડા હતા કે અંતે મૃત્યુની જીત થઈ. અંકિતા હવે આ દુનિયામાં નથી રહી. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા શાહરૂખે 23 ઓગસ્ટે 15 વર્ષની અંકિતાને આગ ચાંપી દીધી હતી.

રાંચીના રિમ્સમાં મૃત્યુ પહેલા અંકિતાએ શાહરૂખની આખી કહાની સંભળાવી. અંકિતાનું શનિવારે રાત્રે 90 ટકા દાઝી જવાથી મોત થયું હતું. અંકિતાને આગ લગાડનાર આરોપી શાહરૂખ મંગળવારે જ ઝડપાઈ ગયો હતો અને તેના પાર્ટનર છોટુ ખાનની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. અંકિતાના મોત બાદ ઝારખંડમાં તણાવનું વાતાવરણ છે. દુમકા સહિત અન્ય શહેરોમાં પણ હિન્દુ સંગઠનોએ પ્રદર્શન કર્યું છે.

દાદા અનિલ સિંહે ધોરણ 12ની વિદ્યાર્થીની અંકિતાના મૃતદેહને અંગ્નિદાહ આપ્યો. દુમકાના બીજેપી સાંસદ સુનિલ સોરેન, ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર કર્ણ સત્યાર્થી, ડીએસપી વિજયકુમાર અને ઘણા વહીવટી અધિકારીઓ અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો અને સામાન્ય લોકો અંકિતાના અંતિમ દર્શનમાં હાજર રહ્યા હતા. મૃતક અંકિતાના ઘરની આસપાસ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે, આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે. દુમકા આવાસમાં વિવિધ સ્થળોએ પોલીસ તૈનાત છે તેમજ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

Niraj Patel