જાણવા જેવું

દર મહિને માત્ર 4500 રૂપિયાના રોકાણમાં બની શકો છો તમે કરોડપતિ, જાણો કેવી રીતે

આજકાલ મોટાભાગના લોકો ભવિષ્યને લઈને ચિંતિત હોય છે. પોતે બમણી મહેનત કરીને પણ પોતાના બાળકો અને પોતાનું જીવન વધુ સારું કરવા માંગતા હોય છે. મોટાભાગના લોકો નાની નાની બચત કરીને પણ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતા હોય છે. પરંતુ મોટાભાગના લોકોની ચિંતા હોય છે કે રોકાણ ક્યાં કરવું? તો આ માટે અમે તમને એક સરળ ઉપાય જણાવવાના છીએ જે તમને ભવિષ્યમાં કરોડપતિ બનાવી શકે છે.

Image Source

જાણકારોના મત પ્રમાણે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) તમારા માટે એક સારો ઉપાય બની શકે છે. જાણકારોના મતે કોઈ રોકાણકાર એસઆઈપીથી વધારે રિટર્ન મેળવવા માંગતો હોય તો તેને લાંબા સમય માટેના રોકાણ માટેનું વિચારવું જોઈએ. જાણકારો SIPનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 15થી 20 વર્ષના રોકાણની સલાહ આપે છે.

Image Source

જાણકારોના પ્રમાણે જો 20 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો એવરેજ 15 ટકા રિટર્ન મળવાની અપેક્ષા છે. લાંબા સમય માટે રોકાણ કરવાના કારણે વ્યાજનો ફાયદો અને તેના વધારે દરના રિટર્નનો પણ ફાયદો મળી શકે છે. જો કે તમે ક્યાં પ્લાનની અંદર રોકાણ કરો છો તેના ઉપર નિર્ભર રાખે છે.

Image Source

ઉદાહરણ તરીકે તમે દર મહિને SIPમાં 4500 રૂપિયાનું રોકાણ કરો છો તો તેના ઉપર 15 ટકા રિટર્નની અપેક્ષા રાખી શકો છો, આ રોકાણ જો 20 વર્ષ માટે કર્યું હોય તો એસઆઈપી કેલ્ક્યુલેટરના મતે તમને 20 વર્ષ બાદ 68,21,797 રૂપિયા મળી શકે છે. જો કે આ રોકાણ દ્વારા તમને એક ટેક્નિકની મદદથી એક કરોડ પણ મળી શકે છે.

Image Source

જો તમે દર મહિને માત્ર 500 રૂપિયાનું ટોપઅપ વધારો ચો તો તમને સરળતાથી 20 વર્ષ બાદ મેચ્યોરિટી સમયે 1,07,26,921.405 રૂપિયા પણ મળી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.