વડોદરા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે કાર સામ સામે અથડાઈ અને અંતિમ ક્રિયા કરવા ગયેલા પરિવારના ત્રણ સભ્યોની થયું મોત

રાજ્યમાંથી ઠેર ઠેર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાંઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે, ત્યારે હાલ એવો જ એક ગમખ્વાર અકસ્માત વડોદરા જિલ્લાના પાદરા – જંબુસર રોડ પર મહુવડ ગામના પાટિયા પાસે સર્જાયો હોવાની ખબર મળી રહી છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના ટૂંડાવ ગામે રહેતા રતનસિંહ હિમ્મતસિંહ ડોડીયાના  સાળા ઇસ્માઇલભાઈ ભીખાભાઇ ચૌહાણનું ગતરોજ  હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. જેના કારણે તેમની અંતિમ વિધિ માટે સાગા સંબંધીઓ સાથે મારુતિ વાન લઈને ગયા હતા, જ્યાં તેમની અંતિમ વિધિ પૂર્ણ કરી અને આ લોકો ટુન્ડાવ પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન જ પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મારુતિ વાનના કુચ્ચા નીકળી ગયા હતા. જેમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડિયા, ભીખીબેન હિંમતસિંહ ડોડિયા તથા વાનના ડ્રાઈવર વિજય સિંહ ડોડિયાને ગંભીર ઇજાઓ થવાથી તેમનાં મોત નીપજ્યાં હતાં.

આ અકસ્માતમાં મારુતિ વાનમાં બેઠેલા પાંચ મહિલાઓ સમેત કુલ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેના બાદ તેમની પ્રાથમિક સારવાર સ્થાનિક સરકારી દવાખાનામાં આપ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. આ અકસ્માતના કારણે  વડું અને ટુંડાવ ગામમાં ગમગીની ફેલાવી દીધી છે.

Niraj Patel