વરસાદ પણ આ ભાઈનો વાળ વાંકો નહીં કરી શકે, જુઓ સાઇકલ ઉપર ફરવા માટે અપનાવ્યો એવો જુગાડ કે વીડિયો જોઈને લોકો પણ માની ગયા, જુઓ

આપણા દેશની અંદર કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ મળી જતા હોય છે, એ જુગાડ પછી ગરમીથી બચવાનો હોય કે ઠંડીથી બચવાનો, કે પછી વરસાદમાં પલળવાથી બચવાનો. લોકો એવા એવા ઉપાયો શોધી નાખી છે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. સોશિયલ મીડિયામાં આવા જ જુગાડના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

વરસાદ પછી ભારતના ઘણા રસ્તાઓની હાલતથી તમે પરિચિત જ હશો. કેટલીક જગ્યાએ રસ્તાના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલીક જગ્યાએ વરસાદને કારણે રસ્તાઓ કાદવ કીચડ વાળા બની જાય છે. આવી સ્થિતિમાં વરસાદમાં વાહન ચલાવવું ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે હવે આવી સ્થિતિમાં એક છોકરાએ વરસાદમાં ભીના થવાથી બચવા માટે એવું દિમાગ વાપર્યું કે લોકો આશ્ચર્યમાં પડી ગયા.

વરસાદની સિઝનમાં લોકોને ઘરની બહાર નિકળતા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડ્રાઇવિંગ કરતી વખતે તમે ભીના પણ થઈ જાઓ છો, જેના કારણે તમને તાવ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં તમે પણ આ વ્યક્તિનું જુગાડુ મન જોઈને માથું ખંજવાળવા લાગશો. આ વીડિયોમાં એક વ્યક્તિ સાઈકલ ચલાવતો જોઈ શકાય છે. પરંતુ વ્યક્તિએ સાઇકલમાં એવા જુગાડ કર્યા જેથી તે વરસાદમાં ભીના થવાથી બચી શકે.

 

View this post on Instagram

 

A post shared by Avreen Dhillon (@ajaymas9)

આ વ્યક્તિએ તેની સાયકલની આસપાસ એક લાકડી મૂકી છે અને તેના પર તાડપત્રી ગોઠવી છે. ઘણા યુઝર્સ આ વ્યક્તિના વખાણ કરતા જોવા મળ્યા, જ્યારે કેટલાકે તેની મજાક પણ ઉડાવી.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લગભગ લાખો લોકોએ લાઈક પણ કર્યો છે. કેટલાક યુઝર્સ હસતા ઇમોજી મોકલતા જોવા મળ્યા હતા. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી.

Niraj Patel