દિગ્ગજ અભિનેત્રી સરિતા જોશીએ જણાવી જમાઇના છેલ્લા દિવસોની હાલત, કહ્યુ- ઘણા કંટાળી ગયા હતા, ઘરે આવવા માંગતા હતા…

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ અને ‘બાલિકા બધુ 2’ ફેમ કેતકી દવેના પતિ અને અભિનેતા રસિક દવેનું કિડની ફેલ થવાને કારણે 29 જુલાઇના રોજ નિધન થયું હતુ. રસિક દવેએ તેમની પત્ની સાથે ‘નચ બલિયે 2’માં ભાગ લીધો હતો. તેઓ 65 વર્ષના હતા. રસિક દવેને ઈન્ડસ્ટ્રીના લોકો પ્રેમથી રસિકભાઈના નામથી બોલાવતા. તેઓ છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ પર હતા. તેમને કિડનીની સમસ્યા છેલ્લા ચારેક વર્ષથી હતી અને છેલ્લો એક મહિનો તો તેમના માટે ખૂબ પીડાદાયક પણ રહ્યો. રસિક દવેની પત્ની કેતકી લોકપ્રિય અભિનેત્રી છે.

કેતકીની માતા અને રસિક દવેની સાસુ લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશી છે અને તેના પિતા પ્રવીણ જોશી પણ થિયેટર દિગ્દર્શક હતા. તેમની એક નાની બહેન પુરબી જોશી છે જે અભિનેત્રી અને એન્કર પણ છે. રસિક દવે અને કેતકી દવે એક ગુજરાતી થિયેટર કંપની પણ ચલાવતા હતા. કેતકી દવે અને રસિક દવેની પુત્રી રિદ્ધિ દવે ટીવી હોસ્ટ અને અભિનેત્રી છે. ત્યારે હવે જમાઇના નિધન પર દિગ્ગજ અભિનેત્રી અને રસિક દવેની સાસુ સરિતા જોશીએ જમાઇની બીમારીની વાત કરી છે.

સરિતા જોશીએ કહ્યુ કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ડાયાલિસિસ પર હતા. ડોક્ટરોએ જણાવ્યું હતુ કે, તેમને ઈન્ફેક્શન થઈ ગયુ હતું. તે પાછલા ચારેક વર્ષથી કિડનીને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી ICUમાં હતા. પરંતુ એક સમય પછી તેઓ બસ પોતાના ઘરે જ પાછા આવવા માંગતા હતા. તેઓ હોસ્પિટલમાં ઘણા કંટાળી દયા હતા અને પથારીવશ હતા. સાંજના સાતેક વાગ્યા આસપાસ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. સરિતા જોશીએ કહ્યુ કે, તેમને જમાઇના રૂપે એક દીકરો મળ્યો હતો.

તેમના અંતિમ સંસ્કાર શનિવારના રોજ સવારે કરવામાં આવ્યા હતા. સરિતા જોશી અનુસાર, તેમને જૂહુની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઇ રહ્યા હતા. સરિતા જોશીએ જણાવ્યુ કે, મને મારી દીકરી પર ગર્વ છે, તે અદ્ભૂત સ્ત્રી છે. તેણે જે રીતે પરિવારને સંભાળ્યો અને હિંંમત જતાવી તે ખરેખર અદ્ભૂત છે.જણાવી દઇએ કે, રસિક દવે મહાભારત સહિત અનેક શોમાં કામ કરી ચૂક્યા છે. રસિક દવેએ સરિતા જોશીની દીકરી કેતકી સાથે લગ્ન કર્યા હતા અને કેતકી દવે પણ અભિનેત્રી છે.

રસિક દવેએ 1982માં ગુજરાતી ફિલ્મ ‘પુત્રવધુ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ગુજરાતી અને હિન્દી બંને માધ્યમમાં કામ કર્યું. કેતકી અને રસિકે 2006માં ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો. તેમણે ટીવીના એપિક શો મહાભારતમાં નંદની ભૂમિકા ભજવી હતી, જેનું પ્રસારણ 1980ના દાયકામાં શરૂ થયું હતું.

Shah Jina