સારા તેંદુલકરના સાડી લુકે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, ગ્લેમરસ અંદાજ જોઇ શુભમન ગિલ પણ થઇ જશે ક્લીન બોલ્ડ

‘અહીં શુભમન ગિલ પીઘળી ગયો…’ સારા તેંદુલકરના સાડી લુકથી ચાહકો રોમાંચિત, ક્રિકેટર સાથે છવાઇ અફેરની ચર્ચાઓ

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર તેની ફેશન સેન્સના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. તેણે બોલિવૂડની કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી, પરંતુ તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર સાડી લુકમાં એક વીડિયો શેર કર્યો છે, જે જોયા બાદ લોકો તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યા અને લોકો તેના ક્રિકેટર શુભમન ગિલ સાથેના અફેરની પણ ચર્ચા કરવા લાગ્યા.

વાયરલ વીડિયોમાં સારા તેંડુલકર જ્વેલરી સાથે ગુલાબી સાડીમાં જોઇ શકાય છે. આ વીડિયો જોયા પછી એક યુઝરે કમેન્ટ કરી, ‘શુબમન ગિલ સદી ફટકારશે, બેવડી સદીની પુષ્ટિ થઈ છે.’ સારા તેંડુલકરના વખાણ કરતા એકે લખ્યુ- અહીંયા શુભમન ગિલ પીઘળી ગયો.’ ચાહકો સિવાય સેલેબ્સ પણ કોમેન્ટમાં સારાના વખાણ કરી રહ્યા છે.

રવીના ટંડનની પુત્રી રાશા થડાની કે જે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, તેણે સારાના આ વીડિયો પર લખ્યું, સુંદર!!! જ્યારે ઝારા ખાને લખ્યું, ગોર્જિયસ.

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

Shah Jina