રમજાનના મહિનામાં એક્ટ્રેસ સારા અલી ખાનનું પાક કામ, જરૂરિયાતમંદોને આપવાનું ખાવાનું…પેપરાજીને કહ્યુ- પ્લીઝ ના કરો રેકોર્ડ

વાહ શું સંસ્કાર છે! ગરીબોને ખાવાનું આપતી જોવા મળી સારા અલી ખાન, કેમેરો જોઇ ખરાબ રીતે ભડકી એક્ટ્રેસ- જુઓ નીચે વીડિયો

ફિલ્મો સિવાય સારા અલી ખાન તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ચાહકોનું કહેવુ છે કે તેને ક્યારેક-ક્યારેક જોઇ તો એવું લાગે છે કે તે સામાન્ય લોકોની જેમ જ જિંદગી જીવે છે. ટ્રિપ પર જાય છે તો ઝૂંપડીમાં રહેવા અને ચૂલા પર ખાવાનું બનાવતા પણ તે અચકાતી નથી. સારા ના માત્ર તેની એક્ટિંગ પરંતુ તેના સંસ્કારોને લઇને પણ ચર્ચામાં રહે છે. તે તેની સંસ્કૃતિ અને સભ્યતાનું ઘણુ સમ્માન કરે છે.

તે શરૂઆતથી જ લોકોનો આદર કરવા માટે અને બધા ધર્મોનું સમ્માન કરવા માટે ઓળખાય છે. તે ક્યારેક મંદિર તો ક્યારેક મસ્જિદ તો ક્યારેક ગુરુદ્વારા જવામાં પણ અચકાતી નથી, પછી ભલે લોકો તેને ટ્રોલ કરે. ત્યારે હાલમાં જ સારા ફરી એકવાર ચર્ચામાં આવી. તેણે રમજાનના પાક મહિનામાં જરૂરિયાતમંદોની મદદ કરી છે અને તેનો આ અંદાજ જોઇ ચાહકો ગદગદ થઇ રહ્યા છે.

સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે મંદિર બહાર ફૂડ આપતી જોવા મળી હતી. જો કે જ્યારે પેપરાજીએ તેને કેમેરામાં કેદ કરી તો ગુસ્સે થઇ ગઇ. સારા પેપરાજીને શૂટ કરવાની ના કહી રહી હતી. તેણે પેપરાજીને કહ્યુ- પ્લીઝ ના કરો. તેની રિકવેસ્ટ જોઇ આસપાસની મહિલાઓ પણ પેપરાજી પર ભડકી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે ‘એ વતન મેરે વતન’માં જોવા મળી હતી, જે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર 21 માર્ચ 2024ના રોજ સ્ટ્રીમ થઇ. આ સમયે તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. સારાએ ખૂબ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં તેનું નામ બનાવી લીધુ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina