અજબગજબ ધાર્મિક-દુનિયા

ભારત દેશનું એકમાત્ર મંદિર જે સંતાન સુખ આપે છે, ડોક્ટર પણ થઇ ગયા ચકિત, વાંચો આ મંદિર વિશે

સંતાનનું સુખ પ્રાપ્ત કરવાની મનોકામના દરેક માતાપિતાની હોય છે. સંતાન પ્રાપ્તિ માટે દરેક દંપતી દરેક સંભવ કોશિશ કરે છે. પરંતુ જયારે આ ઈચ્છા પુરી નથી થતી ત્યારે તેઓ પરેશાન થઈને દરેક નાની નાની બાબતોને મહત્વ આપવાનું શરુ કરે છે. તેઓ આ માટે ડોક્ટરોથી માંડીને કોઈ પણ ઉપાયો કરાવવા શરુ કરે છે. જો તમે ઘણા સમયથી સંતાન સુખની પ્રાપ્તિ માટે અનેક જગ્યાઓ પર ભટકી રહ્યા છો તો આ જાણકારી તમને ખુબ મદદમાં આવી શકે તેમ છે.

Image Source

ભારતમાં આવા પ્રકારના ચમત્કાર આસાનીથી મળી જાય છે જેમાં ડોક્ટર નહિ પણ ભગવાનને લીધે ઘરમાં ખુશીઓ આવે છે. આજે અમે તમને આવા જ એક અનોખા ચમત્કારી મંદિર વિશે જણાવીશું કે જ્યા બાધા રાખવાથી તમારી ઈચ્છા પુરી થાય છે. એવું જ એક ચમત્કારી મંદિર છે તમિલનાડુના વિલ્લુપુરમમાં સ્થિત ‘ઈંદુમ્બન મંદિર’. અહીંના વિશે કહેવામાં આવે છે કે અહીં વાંજીયા (બાળકો ન થતા હોય તેવી સ્ત્રીઓ) મહિલાઓને આ કલંકથી મુક્તિ મળે છે. મંદિરમાં આવનારા મોટાભાગના લોકો અહીં સંતાન સુખની પ્રાપ્તિ માટે આવે છે કે પછી પોતાના સંતાનના સ્વાથ્યને સારું બનાવવા માટે આવે છે.

Image Source

મંદિરના પૂજારી કહે છે કે અહીં આવનારા દરેક વ્યક્તિની મનોકામના ભગવાન ચોક્કસ સાંભળે છે. મંદિરમાં આવનારા દરેક ભક્ત પોતાની સાથે ફળ લાવે છે જે ભગવાનને અર્પણ કરીને પ્રસાદ બની જાય છે. પછી આ ફળ ખાવાથી ઘરના દુઃખ ખતમ થઇ જાય છે, ઘણીવાર આવા પ્રકારના ચમત્કાર પણ થાય છે કે 10 વર્ષના ભાગી ગયેલા લોકો પણ પાછા ઘરે આવી જાય છે.

Image Source

લીંબુનો પ્રસાદ:

આ મંદિર જો કે એક ખાસ વાત માટે સૌથી વધારે પ્રખ્યાત છે તે વાત છે અહીં મળનારા અનોખા લીંબુ. મંદિરના લીંબુ ચમત્કારી માનવામાં આવે છે. સૌથી મોટી ખાસ વાત એ છે કે મંદિરમાં આ લીંબુ માટે બોલી લગાવવામાં આવે છે. ઘણીવાર એક લીંબુ 60,000 રૂપિયા સુધી ભક્તો દ્વારા ખરીદવામાં આવે છે. આ લીંબુ ચમત્કારી કહેવામાં આવે છે. મોટાભાગે આ લીંબુ ને તે લોકો ખરીદે છે જેઓને સંતાન સુખ મળી રહ્યું ન હોય. આ લીંબુ ની ખાસિયત એ છે કે તે ઘણા દિવસો સુધી લીલું જ રહે છે અને સુકાતું નથી એ બગડતું પણ નથી.

Image Source

મંદિરમાં દરેક વર્ષે ભરાય છે મેળો:

આ મંદિરને સ્થાનીય લોકોમાં ‘બાલાથનદાયુથપન્ની મંદીર’ના સ્વરૂપે જાણતા હતા. જો કે આ નામના ઘણા મંદિરો તમિલનાડુમાં છે માટે તેને એક અલગ ઓળખાણ આપવાના સ્વરૂપે મંદિરનું નામ ‘ઈંદુમ્બન મંદિર’ રાખવામાં આવ્યું છે. અહીં એક મેળો પણ યોજવામાં આવે છે. જેમાં 9 દિવસો સુધી પૂજા દ્વારા પહેલા લીંબુને ચમત્કારી બનાવવામાં આવે છે અને મેળાના 11 દિવસ તેની બોલી લગાવવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિએ આ પ્રસાદ ખરીદ્યો છે તેઓ ક્યારેય પણ નિરાશ નથી થતા, અને તેઓના ઘરોમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવે છે.