રવિન્દ્ર જાડેજા અને સંજય માંજરેકર વચ્ચેના 3 વર્ષ જુના વિવાદનો આખરે આવ્યો અંત, જે થયું એવું કોઈએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય, જુઓ વીડિયો

રવિવારે એશિયાકપમાં યોજાયેલી ભારત પાકિસ્તાનની મેચનો રોમાંચ આજે પણ છવાયેલો જોવા મળે છે. 2 દિવસ બાદ પણ હજુ ભારતીય ચાહકોના ચેહરા ઉપર ખુશી જરા પણ ઓછી નથી થઇ. આ મેચમાં જીતના હીરો હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા રહયા. ત્યારે આ મેચમાં ઘણી બધી એવી ઘટનાઓ પણ જોવા મળી જેના લીધે એ દિવસ ખુબ જ યાદગાર પણ બની ગયો.

એવી જ એક ઘટના રવિન્દ્ર જાડેજા સાથે પણ બની. રવિન્દ્ર જાડેજા અને સંજય માંજરેકર વચ્ચેના 3 વર્ષ જુના વિવાદનો પણ અંત આવતો જોવા મળ્યો, જયારે મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાને એક સવાલ પૂછ્યો અને ચાહકોએ પણ તેમના વચ્ચેના વિવાદનો અંત થતો જોયો.

વર્ષ 2019માં સોશિયલ મીડિયા પર સંજય માંજરેકર અને રવિન્દ્ર જાડેજા વચ્ચે ટ્વીટર યુદ્ધ થયું હતું, જે લાંબા સમયથી ચર્ચામાં હતું. આ પછી હવે બંને સામસામે આવી ગયા છે. ભારતીય ટીમે મેચ જીત્યા પછી તરત જ સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાનો ઈન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું. સંજય માંજરેકરે કહ્યું, ઓકે, રવિન્દ્ર જાડેજા હવે મારી સાથે છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે, શું તમને મારી સાથે વાત કરવામાં કોઈ તકલીફ છે.

માંજરેકરના આ સવાલ પર રવિન્દ્ર જાડેજાએ હસીને જવાબ આપ્યો કે ના, મને કોઈ વાંધો નથી. ક્રિકેટની વાત સિવાય આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોએ તેને ખૂબ શેર પણ કર્યો હતો. જો કે, આ પછી રમતની ચર્ચા થઈ અને સંજય માંજરેકરે પણ રવિન્દ્ર જાડેજાની ઈનિંગના ખૂબ વખાણ કર્યા.

રવિન્દ્ર જાડેજાએ મેચ દરમિયાન 29 બોલમાં 35 રન બનાવ્યા અને બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ મેચમાં તેને પ્રમોટ કરવામાં આવ્યો હતો અને તેને ચોથા નંબર પર રમવાની તક આપવામાં આવી હતી. જેનો રવિન્દ્ર જાડેજાએ ભરપૂર લાભ લીધો હતો. રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે સૂર્ય કુમાર યાદવના આઉટ થયા બાદ હું અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર સાથે હતા. તે સમયે ભારતને જીતવા માટે 34 બોલમાં 59 રનની જરૂર હતી.

રવિન્દ્ર જાડેજાએ આવતાની સાથે જ પોતાની સ્ટાઈલમાં બેટિંગ શરૂ કરી દીધી હતી. રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને જીતની નજીક પહોંચાડી હતી, જોકે ટીમ ઈન્ડિયા જીતી શકે તે પહેલા જ છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયો હતો, પરંતુ બાકીનું કામ હાર્દિક પંડ્યાએ કર્યું હતું અને ટીમને પાંચ વિકેટે જીત અપાવી હતી. રવિન્દ્ર જાડેજાએ એમ પણ કહ્યું કે તે પોતે પણ અંત સુધી રમવા માંગતો હતો, પરંતુ પાકિસ્તાને સારી બોલિંગ કરી. પરંતુ હાર્દિક પંડ્યાએ સિક્સર લગાવીને મેચનો અંત કર્યો, આનાથી વધુ સારી વાત શું હોઈ શકે.

Niraj Patel