સંજય દત્ત માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની ફેન ફોલોઈંગ વધારવામાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તે લિયોથી લઇને કેજીએફ ચેપ્ટર 2 જેવી ઘણી બ્લોકબસ્ટર સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં દેખાયો છે. સંજય દત્ત માત્ર તેની પ્રોફેશનલ લાઈફ જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે.

એક્ટરનું અફેર હોય કે ત્રણ લગ્ન…તેની લવ લાઈફ સાથે જોડાયેલી વાતો કોઈનાથી છુપાયેલી નથી. સંજય દત્ત અને માન્યતા દત્ત ઇન્ડસ્ટ્રીના ફેવરેટ કપલ્સમાંથી એક છે. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણ વખત લગ્ન કરી ચુકેલ સંજય દત્ત ચોથી વખત માન્યતા દત્ત સાથે લગ્ન કરતો જોવા મળે છે. વીડિયોમાં સંજય દત્ત અને માન્યતા બંને બીજી વખત લગ્ન કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સંજય દત્ત અને માન્યતા હવન કુંડની આસપાસ ફેરા ફરતા જોઈ શકાય છે. વીડિયોમાં સંજય દત્ત ભગવા રંગના કુર્તા-ધોતી અને દુપટ્ટામાં જ્યારે માન્યતા સફેદ સૂટમાં જોવા મળે છે. થોડા સમયથી સંજય દત્તના ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ઘરના કામકાજ અને નવરાત્રીના શુભ તહેવાર પછી સંજય દત્તે પોતાના ઘરે પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજા દરમિયાન સંજય દત્ત અને માન્યતા દત્તે ફેરા લીધા હતા.

જણાવી દઇએ કે, 65 વર્ષના સંજય દત્તે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેણે પ્રથમ લગ્ન 1987માં રિચા શર્મા સાથે કર્યા હતા. પરંતુ, 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે રિચાનું અવસાન થયું હતું. આ પછી તેણે અભિનેત્રી રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. આ પછી સંજય દત્તે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા. આ લગ્નથી બંનેને 2 બાળકો છે.
View this post on Instagram
