પાકિસ્તાનમાં આવી રીતે નવરાત્રિ મનાવે છે હિંદુ, જુઓ વીડિયોમાં નજારો

પાકિસ્તાનનું નામ આવતા જ મનમાં અનેક સવાલો ઉભા થાય છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ કેવી રીતે રહે છે. ઇસ્લામિક દેશમાં હિન્દુ સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે છે ? હાલ નવરાત્રીનો તહેવાર ચાલુ છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનની એક ગલીમાં નવરાત્રીની તૈયારીઓ જોવા મળી રહી છે.

આ વીડિયો કરાચીનો હોવાનું કહેવાય છે, જ્યાં એક ગલીમાં મંદિરને સુંદર રીતે શણગારવામાં આવેલું જોઇ શકાય છે. મંદિરની બહાર મા દુર્ગાની તસવીર જોવા મળી રહી છે અને શેરી રોશનીથી શણગારવામાં આવી છે. આ વીડિયો પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર @iamdheerajmandhan દ્વારા 7 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે નવરાત્રીના ચોથા દિવસનો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરની આસપાસની શેરીઓમાં નવરાત્રીની ઉજવણીનો માહોલ છે. ત્યાં ઘણી દુકાનોમાં પૂજા સંબંધિત વસ્તુઓ વેચાઈ રહી છે, અને મા દુર્ગાના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે, અને લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે. ઇન્ફ્લુએન્સરે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે- પાકિસ્તાનના કરાચીમાં નવરાત્રીનો ચોથો દિવસ.

આ એક એવો વિસ્તાર છે જ્યાં તમે મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને ચર્ચો બધું જ વોકિંગ ડિસ્ટન્સમાં શોધી શકો છો. લોકો શાંતિ અને સંવાદિતામાં માને છે. ઘણા લોકો તેને ‘મિની ઈન્ડિયા’ કહે છે, પરંતુ હું તેને મારું પાકિસ્તાન કહીશ. મારા માટે આ પહેલીવાર છે જ્યારે મેં નવરાત્રિની જાદુઈ અને મંત્રમુગ્ધતાનો અનુભવ કર્યો છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયના તહેવારોને લઈને આ પ્રકારનો ઉત્સાહ એક અલગ જ પાસું દર્શાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dheeraj (@iamdheerajmandhan)

Shah Jina