ખબર

મોદી સરકારે પૂરું કર્યું આ વચન, હવે માત્ર 1 રૂપિયામાં મળશે આ વસ્તુ

કેન્દ્ર સરકારે પોતાના ચૂંટણીના ઘોષણાપત્રમાં કરેલા વાયદા મુજબ, હવે દેશના 5500 જેટલા જનઔષધિ કેન્દ્રો પર એક રૂપિયામાં સેનેટરી પેડ મળશે. ચૂંટણીના ઘોષણાપત્રમાં સરકારે વાયદો કર્યો હતો કે સ્ત્રીઓ માટે તેઓ 1 રૂપિયામાં સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવશે.

Image Source

મહિલાઓના પીરિયડ્સ સંબંધિત સ્વાસ્થ્યને વધુ બહેતર બનાવવા માટે હવે જનઔષધિ કેન્દ્રો પર સેનેટરી પેડ્સ માત્ર 1 રૂપિયામાં મળશે જે અત્યારે 2.50 રૂપિયામાં મળે છે. દેશમાં હાજર જનઔષધિ કેન્દ્રો પર બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન ‘સુવિધા’ 27 ઓગસ્ટથી 1 રૂપિયામાં મળવાના શરુ થશે. અત્યાર સુધી 4 પેડ્સનું પેકેટ 10 રૂપિયામાં મળતું હતું, જે હવેથી 4 રૂપિયામાં મળશે.

Image Source

કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવિયાએ આ અંગે જણાવતા કહ્યું કે – 27 ઓગસ્ટથી 1 રૂપિયામાં મળતા સેનેટરી પેડ્સ લોન્ચ કરી રહયા છીએ. આ નેપકીન ‘સુવિધા’માં જ મળશે, જે દેશમાં હાજર 5500 જનઔષધિ કેન્દ્રો પર મળશે. લોકસભાની ચૂંટણી 2019 સમયે એમ જે વાયદો કર્યો હતો અને પૂરો કર્યો છે. અમે પેડની કિંમત 60% સુધી ઓછી કરી દીધી છે.

Image Source

વર્ષ 2018માં 2.2 કરોડ સેનેટરી પેડનું વેચાણ થયું હતું, જે હવે ભાવ ઘટવાને કારણે વધશે. જણાવી દઈએ કે બાયોડીગ્રેડેબલનો અર્થ એવી વસ્તુ કે જેનો નાશ કોઈ બેક્ટેરિયા કે જીવજંતુ દ્વારા થઇ શકતો હોય. જેનાથી પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું દુષણ ન થતું હોય. બાયોડિગ્રેડેબલ નેપ્કીન્સ પણ વપરાય બાદ જીવજંતુ કે બેક્ટેરિયાથી નષ્ટ થઇ જાય છે. જયારે માર્કેટમાં મળતા સિન્થેટિક ફાયબર જેવા પ્લાસ્ટિકથી બનતા પેડ્સથી જમા થતો કચરો પર્યાવરણને પ્રદુષિત કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks