સાનિયા-શોએબ છૂટાછેડા બાદ કોણ ઉછેરશે બાળકને…જલ્દી જ લઇ શકે છે છૂટાછેડા

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકના લગ્ન દુનિયાભરમાં એક ઉદાહરણ માનવામાં આવતુ કે જે લોકો પ્રેમમાં હોય તેઓ કેવી રીતે દુનિયાના બધા બંધનોને પાછળ છોડે છે.સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં હૈદરાબાદમાં લગ્ન કર્યા અને ત્યારબાદ બંને દુબઈ શિફ્ટ થઈ ગયા. દુબઈમાં રહીને બંને પોતપોતાના દેશ માટે રમતા રહ્યા અને દરેક વખતે તેઓએ દેશ માટે મેડલ અને ટ્રોફી જીતીને પોતાની જવાબદારી નિભાવી.

દેશ પ્રત્યેનો પ્રેમ હોય કે એકબીજા માટે, સાનિયા અને શોએબે તેમાં કમી આવવા દીધી નહોતી. પરંતુ, હવે તેમના સંબંધોમાં તિરાડ પડવાની ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે સાનિયા અને શોએબ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે. જી હાં, છેલ્લા ઘણા દિવસોથી આ કપલના સંબંધને લઈને કેટલાક એવા સમાચાર આવી રહ્યા છે જે તેમના ફેન્સને દુઃખી કરી રહ્યા છે.

સમાચાર અનુસાર, સાનિયા અને શોએબ લાંબા સમયથી એકબીજાથી અલગ રહે છે. જો કે હજુ સુધી સાનિયા કે શોએબ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. આ દરમિયાન સમાચાર એવા પણ આવ્યા હતા કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે. પરંતુ, છૂટાછેડા પછી પણ, સાનિયા મિર્ઝા અને શોએબ મલિક તેમના પુત્ર ઇઝાન મિર્ઝા મલિકને આની અસર થવા દેશે નહીં.

શોએબ અને સાનિયાના નજીકના મિત્રોને ટાંકીને અહેવાલ છે કે બંનેએ નક્કી કર્યું છે કે છૂટાછેડા પછી પણ તેઓ તેમના પુત્ર ઇઝહાનની સંભાળ અને ઉછેરમાં પોતપોતાની સંબંધિત જવાબદારીઓ સંપૂર્ણપણે નિભાવશે. તે બાળકના ઉછેરમાં કોઈ કમી આવવા નહિ દે.પાકિસ્તાન અને UAEના મીડિયા દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે બંને હવે અલગ થઈ ગયા છે

અને 12 વર્ષનું લગ્નજીવન પૂરું થઈ ગયું છે. શોએબ અને સાનિયા અલગ થઈ ગયા છે, પરંતુ બંને તેમના પુત્ર ઇઝાન મલિકને કો-પેરેન્ટિંગ કરી રહ્યા છે. સાનિયા અને શોએબ દુબઈના એક વિલામાં સાથે રહેતા હતા, પરંતુ હવે સાનિયા મિર્ઝાએ આ ઘર છોડીને પોતાનું અલગ ઘર લીધું છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની જોડીને સ્પોર્ટ્સ જગતનું સૌથી લોકપ્રિય કપલ માનવામાં આવતું હતું.

કારણ કે ભારત-પાકિસ્તાનનો પોતાનો એક ઈતિહાસ છે, આવી સ્થિતિમાં જ્યારે બંને દેશોના સુપરસ્ટાર ખેલાડીઓ સંબંધમાં બંધાઈ ગયા, તો દરેક જગ્યાએ ચર્ચા શરૂ થઈ ગઈ. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન 12 એપ્રિલ 2010ના રોજ થયા હતા. બંનેને એક પુત્ર છે, જેનું નામ ઇઝાન મિર્ઝા મલિક છે. ત્યારે હવે 12 વર્ષના લાંબા લગ્નજીવન બાદ બંને અલગ થઇ રહ્યા છે.એવું કહેવાય છે કે, શોએબે સાનિયા સાથે દગો કર્યો છે. શોએબ મલિકે ગયા વર્ષે આયશા ઉમર સાથે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. તે ફોટોશૂટથી શોએબનું નામ આયશા સાથે જોડાઈ રહ્યું છે.

Shah Jina