બોલીવુડને અલવિદા કર્યા પહેલા આવી બોલ્ડ દેખાતી હતી સના ખાન, 7 PHOTOS જોઈને ખુશ થઇ જશો

આજે 33 વર્ષની થઇ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી સના ખાન, એક સમયે અમુલ માચોના અન્ડરવેરથી કરી હતી શરૂઆત, જુઓ PHOTOS

બોલીવુડને અલવિદા કહી સુરતના મૌલવી સાથે લગ્ન કરી લેનાર અભિનેત્રી સના ખાન ભલે આજે પડદા ઉપર ના જોવા મળતી હોય છતાં પણ તેના ચાહકો સાથે તે જોડાયેલી રહે છે. સના તેના સોશિયલ મડિયા દ્વારા પોતાની દરેક પળની ખબર પોતાના ચાહકો સુધી પહોચાવે છે. તે સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

હાલ સના તેના પતિ અનસ સૈયદ સાથે માલદીવની અંદર હાલ રજાઓનો આનંદ માણી રહી છે, આ દરમિયાન સના તેની ઘણી તસવીરો પણ શેર કરતી રહે છે. જેમાં પતિ અનસ સાથેનો તેનો રોમાન્ટિક અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

હાલમાં જ સનાએ તેની એવી જ કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરી છે. જેમાં તે અનસની આંખોમાં આંખો પરોવીને ઉભેલી જોઈ શકાય છે. બુરખામાં લપેટાયેલી સનાને લગ્ન પહેલા વાળા લુક કરતા એક અલગ જ લુકમાં જોઈ શકાય છે. બોલ્ડનેસ માટે ચર્ચામાં રહેનારી સના ખાન હવે ખુબ જ બદલાયેલી બદલાયેલી નજર આવી રહી છે. સોશિયલ મીડિયાની અંદર સના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

બોલીવુડને અલવિદા કહી દેનારી અભિનેત્રી સના ખાને સુરતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરી અને સૌને હેરાન કરી દીધા હતા. લગ્ન બાદ સના અને તેના પતિ ખુબ જ ચર્ચામાં પણ રહ્યા હતા. તે બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી સના હવે ઇસ્લામ ધમર્ને આધીન જ જોવા મળે છે પણ એક સમયે તેનું એકાઉન્ટ તેની તસ્વીરોથી ભર્યું પડ્યું હતું. વર્ષ 1987 માં જન્મેલી સના હાલ 33 વર્ષની છે અને આટલી નાની ઉંમરે તેણે બોલીવુડને અલવિદા કહી દીધું.

સનાએ સૌથી પહેલા એક અન્ડરવેરની એડ કરીને સનસની ફેલાવી દીધી હતી. સના ખાન સલમાન ખાન દ્વારા હોસ્ટ શો બિગ બૉસ-6નો હિસ્સો પણ રહી હતી અને આ સમયે જ તેની સુંદરતા અને હોટનેસ ચર્ચામાં આવ્યો હતો.

સના ખાને બોલીવુડમાં એન્ટ્રી પણ સલમાન ખાનની ફિલ્મ જય હો દ્વારા કરી હતી. તે 2005 માં ફિલ્મ યહી હૈ હાઈ સોસાયટી માં જોવા મળી હતી. હિન્દીની સાથે સાથે સના તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સનાએ ઘણા ટીવી રિયાલીટી શોમાં પણ ભાગ લીધો હતો. બિગ બોસની સાથે સાથે સના ફિયર ફેક્ટર, ખતરો કે ખિલાડી-6, ઝલક દિખલા જા, કૉમેડી નાઈટ્સ બચાઓ, કિચન ચેમ્પિયન જેવા શો માં કામ કરી ચુકી છે.

સના ખાન છેલ્લી વાર 2020 માં સ્પેશલ ઑપ્સ વેબ સિરીઝમાં જોવા મળી હતી અને હમેંશાને માટે બૉલીવુડ છોડી દીધું. એક સમયે કોરિયોગ્રાફર મેલવિન લુઈસ સાથે ગળાડૂબ પ્રેમમાં રહેનારી સના બ્રેકઅપ પછી ભાંગી હતી અને અંતે અનસ સાથે લગ્ન કરી લીધા.બ્રેકઅપ પછી સનાએ બોયફ્રેન્ડ લુઈસ પર અમુક aropo લગાવ્યા હતા.

સનાએ જ્યારે ધર્મનો રસ્તો અપનાવ્યો ત્યારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ શેર કરી હતી અને લખ્યું કે,”મારી સૌથી ખુશીની ક્ષણ, અલ્લાહ મારા આ નિર્ણયમાં અમારી મદદ કરે અને મને માર્ગ દેખાડે. તમે બધા બસ મને દુવામાં શામિલ રાખો”.સનાએ પોતાના આ નિર્ણય પર ખુબ જ ખુશી પણ વ્યક્ત કરી હતી.

સનાએ પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે,”ભાઈઓ અને બહેનો..હવે હું મારા જીવનના સૌથી મહત્વના વળાંક પર છું અને તમારી સાથે વાત કરી રહું છું. હું ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જીવન વિતાવી રહી છું.

જ્યાં મને દરેક પ્રકારની શોહરત, માન-સન્માન અને દૌલત મળી. મને આ બધું મારા ચાહનારાઓરોથી મળ્યું, જેના માટે હું તેઓની આભારી છું. પણ હવે અમુક દિવસોથી મને એ અહેસાસ થયો કે દુનિયામાં આવવાનો હેતુ માત્ર દૌલત શૌહરત કમાવાનો જ છે! શું તેની એ ફરજ નથી કે તે પોતાના જીવનને એવા લોકો માટે મદદરૂપ બનાવે જે બેસહારા અને બેસહાય છે?

સલમાન ખાનની કો-એક્ટ્રેસ અને બિગ બોસની રનર અપ સના ખાને તાજેતરમાં એક મોટો ફેંસલો લીધો છે. તેના નિર્ણયથી બધાને આંચકો લાગ્યો હતો. સના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો હતો. તેના નિર્ણય પર ઘણા રિએક્શન આવ્યા હતા. આ સાથે જ હવે સના ખાને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. સના ખાને ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા છે.સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બોલિવૂડને વિદાય આપિ ચુકેલી અભિનેત્રી હાલમાં પોતાની લગ્નને લઈને ચર્ચામાં છવાયેલી છે. સનાના મૌલાના મુફ્તી અનસ ખાન સાથે લગ્નની જાહેરાતથી બધાને ચોંકાવી દીધા હતા  સના ખાને ઇસ્લામ ધર્મને ખાતર બોલીવુડને અલવિદા કહી દીધું છે. થોડા સમય પહેલા સના ખાન તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી હતી. સના ખાન હનીમૂન મનાવવા માટે કાશ્મીરમાં ગઈ હતી, ત્યાંથી પણ સનાએ ઘણા વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. હવે સના પોતાના પતિ અનસ સૈયદને લઈને આપેલા એક નિવેદનથી ચર્ચામાં આવી ગઈ છે.

ટીઓઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર સનાએ જણાવ્યું હતું કે, “અનસ સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં રાતો રાત નથી લીધો. આવા વ્યક્તિને પામવા માટે મેં ઘણા વર્ષો સુધી દુવા માંગી છે. મેં અનસમાં મને જે સૌથી સુંદર લાગે છે તે એ કે તે ખુબ જ શરીફ છે

અને તેનામાં હયા છે. તે જજમેન્ટલ નથી. તેમને મને કહ્યું, ‘જો કોઈ સારી વસ્તુ ગટરમાં પડી જાય તો તેના ઉપર તમે 10 ડોલ પાણી નાખી દો તે છતાં પણ તે ચોખ્ખી નથી બનતી.જો તમે તેને ગટરમાંથી બહાર કાઢી અને એક ગ્લાસ પણ પાણી નાખો છો તો તે ચોખ્ખી બની જાય છે.’ આ વાતે મારા ઉપર ઊંડી અસર કરી હતી.”

તો સના ખાને ફેમેલી પ્લાનિંગ વિશે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પતિ અનસ સૈયદ ફેમેલી પ્લાનિંગ માટે સમય માંગે છે. પરંતુ સના પોતે જલ્દી જ મા બનવાની ઈચ્છા રાખે છે. સના ખાનના પતિ અનસના દેખાવને લઈને તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે સના અને અનસની જોડી સારી નથી લાગી રહી.

આ વાત ઉપર પણ સનાએ કહ્યું હતું કે, “મને લોકોએ ટ્રોલ કરી અને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર ખરાબ કોમેન્ટ પણ કરી હતી. આ ખોટી વાત હતી. તેમને આમ એટલા માટે કર્યું કારણ કે મેં ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો અને જીવનમાં મારા રસ્તા ઉપર જવાનું નક્કી કર્યું હતું. નહિ તો મારા લગ્નથી કોઈને શું મુશ્કેલી હોઈ શકે?”

તો બીજી તરફ સનાના પતિ અનસે પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ટ્રોલિંગના સવાલોને લઈને જણાવ્યું હતું કે, “લોકો એ વિચારવા માટે આઝાદ છે કે અમારી જોડી સારી નથી, પરંતુ અમે જાણીએ છીએ કે અમે સાથે કેટલું સહજ અનુભવીએ છીએ. મેં ખુદાને સના ખાન સાથે લગ્નની પ્રાર્થના કરી હતી અને તેમને મારી ફરિયાદ સાંભળી લીધી.”

હાલમાં જ તેને પતિ અનસ સૈયદ દ્વારા ક્લિક કરવામાં આવેલ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સના ખાન આ તસવીરમાં ‘હિજાબ’ પહેરેલી જોવા મળી હતી. તેની આ તસવીર પર કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી તો કેટલાક લોકોએ તેને ‘હિજાબ’ પહેરવા પર ટ્રોલ કરી હતી. સના ખાન આ તસવીરમાં એક ટેબલ પર બેઠેલી છે અને તેના હાથમાં એક ગ્લાસ જોવા મળી રહ્યો છે. સના આ લુકમાં ખૂબસુરત લાગી રહી છે. સનાની આ તસવીર તેના પતિ અનસ સૈયદે ક્લિક કરી છે. તસવીર શેર કરી તેણે એક કેપ્ષન પણ લખ્યુ છે.

સનાએ લખ્યુ છે કે, સાંભળો… ! લોકોથી ડરો છો કેમ ? શુ તમે આયત નથી વાંચી. અલ્લાહ જેને ઇચ્છે તેને ઇજ્જત આપે છે અને જેને ઇચ્છે તેને જિલ્લત. કયારેક ઇજ્જતોમાં જિલ્લત છૂપાયેલી હોય છે અને કયારેક જિલ્લતોમાં ઇજ્જત. વિચારવાનુ અને સમજવાનુ આપણે છે કે આપણે કયા રસ્તા પર ચાલવાનુ છે અને આપણે ખરેખર કઇ વસ્તુના હકદાર બની રહ્યા છે.

YC