ડ્રાઈવરની દીકરી ટ્યુશન ભણાવીને ભરતી હતી પોતાની ફી, મહેનતથી કર્યું એવું કામ કે ISROમાં થઇ ગઈ પસંદગી, સફળતાની કહાની આંસુઓ લાવી દેશે..

ખરાબ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ હિંમત ના હારી, ભણાવવા માટે માતા પિતાએ ઘરેણા પણ ગીરવે મુક્યા, હવે દીકરીએ કર્યું એવું કામ કે લોકો પણ કરે છે સલામ.. જુઓ વીડિયો

આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. આ સફળતા મેળવવી તેમના માટે પણ સહેલી નથી હોતી, પોતાની ખરાબ પરિસ્થિતિને પણ પહોંચી વળવા માટે તે કઠોર પરિશ્રમ કરે છે અને સફળતાની ટોચ પર પહોંચે છે, આવી કહાનીઓ સામે આવતા જ લોકોને પણ પ્રેરણા મળતી હોય છે.

હાલ એવી જ એક કહાની વાયરલ થઇ રહી છે. કહેવાય છે કે જયારે તમારામાં કઈ કરવાની ઈચ્છા હોય ત્યારે મંજિલ પણ આસાન બની જાય છે. મધ્યપ્રદેશના વિદિશાની રહેવાસી સના અલીએ આ કહેવતને સાચી સાબિત કરી છે. વાસ્તવમાં, સનાની પસંદગી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)માં થઈ છે, પરંતુ અહીં સુધી પહોંચવામાં સનાને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે પ્રવાસ પ્રેરણાદાયી છે.

સના અલીના પિતા સાજિદ અલી ડ્રાઈવર છે. પરંતુ આજે દીકરીએ સખત મહેનત કરીને પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. ઈસરોમાં પસંદગી પામ્યા બાદ હવે સના ત્યાં ટેકનિકલ આસિસ્ટન્ટનું પદ સંભાળશે. તે બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર છે. સનાએ વિદિશાની SATI કોલેજમાંથી એમટેક કર્યું છે. પિતાએ દીકરીના ભણતર માટે લોન લેવી પડી.

પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં સના અલીએ અભ્યાસમાં કોઈ ઢીલ ન રાખી. આ દરમિયાન તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પરિવારે પણ સનાના અભ્યાસ માટે ક્યારેય પીછેહઠ કરી નથી. તેના અભ્યાસ માટે પણ તેના માતા-પિતાએ તેમના દાગીના ગીરવે રાખ્યા હતા. આ સમય દરમિયાન પરિવારે ઘણી વખત આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે.

સના અલી પોતાના ખર્ચને પહોંચી વળવા અભ્યાસ દરમિયાન ટ્યુશન ભણાવતી હતી. 10મા ધોરણ પછી સનાના લગ્ન અંગે સગા-સંબંધીઓ અને આસપાસના લોકોએ તેમના માતા-પિતાને સલાહ પણ આપી હતી, પરંતુ પિતાનું સપનું હતું કે દીકરી એક દિવસ પરિવારનું નામ રોશન કરશે. હવે સનાની સિદ્ધિથી પરિવારમાં ખુશીની લહેર છે. સનાની સફળતા પર સમગ્ર રાજ્યને ગર્વ છે.

સના અલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી ગ્વાલિયરના એન્જિનિયર અકરમ ખાન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પણ સના તેની તૈયારીમાં વ્યસ્ત રહી. તેને તેના સાસરિયાઓનો પણ પૂરો સહયોગ મળ્યો. આજે સના અલી મધ્યપ્રદેશ અને દેશની તે દીકરીઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે જેઓ આર્થિક તંગીના કારણે ભણવાનું બંધ કરી દે છે.

Niraj Patel