એક ઓવરમાં બેટ્સમેન કેટલા રન બનાવી શકે છે ? ક્રિકેટની 1 ઓવરમાં 6 બોલ હોય છે, જો કોઈ બેટ્સમેન તમામ બોલ પર સિક્સર ફટકારે તો 36 રન થશે. પરંતુ ક્રિકેટ જગતના આ બેટ્સમેને આ આંકડાઓને ખોટા સાબિત કર્યા છે. તેણે એવું કર્યું કે જેનાથી ક્રિકેટ પંડિતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને ચાહકોએ દાંત નીચે આંગળીઓ દબાવી. સોરેન્ટો ડંક્રેગ સિનિયર ક્લબ તરફથી રમી રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સેમ હેરિસને નાથન બેનેટની એક ઓવરમાં 50 રન બનાવ્યા હતા.
બેનેટે ઓવરમાં 8 બોલ ફેંક્યા જેમાં 2 નો બોલનો સમાવેશ થાય છે. આ 39મી ઓવર દરમિયાન બન્યુ હતુ. આ બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 39મી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 40મી ઓવરમાં સદી ફટકારી. જ્યારે સેમ 80 રન પર હતો ત્યારે ઈનિંગની છેલ્લી ઓવર થઈ હતી જેમાં તેણે તોફાની રીતે 22 રન બનાવ્યા હતા. સોરેન્ટો ડંક્રેગે 40 ઓવરમાં 276 રન બનાવ્યા હતા, જેમાં સેમની શાનદાર સદી સામેલ હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 ખેલાડીઓએ 6 સિક્સર ફટકારી છે. યુવરાજ સિંહે ટી 20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. જે બાદ તે રાતોરાત હીરો બની ગયો. 6 સિક્સર ફટકારવાનો પરાક્રમ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાના હર્શેલ ગિબ્સે કર્યો હતો. તેણે આ કામ 2007માં નેધરલેન્ડ સામે કર્યું હતું. શ્રીલંકા સામે કિરોન પોલાર્ડે 6 સિક્સર ફટકારી હતી.
ન્યુઝીલેન્ડના ક્રિકેટર બર્ડ વેંસ આ મામલે સૌથી આગળ છે. ફસ્ટ ક્લાસ ક્રિકેટ સુધી રમનાર વેંસે 1990માં 77 રનથી વધારેની ઓવર ફેકી હતી. આ હજી પણ ફસ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી મોંઘી ઓવર છે. આ ઓવરમાં વેંસે કેટલાક ફુલ ટોસ નો બોલ ફેક્યા. આ દરમિયાન તેમના બોલ પર એકવારમાં સતત પાંચ સિક્સ મારી. આ ક્રિકેટની દુનિયાની સૌથી મોંઘી ઓવર હતી.
Yuvraj Singh.
Right handed.
Pulverising Stuart Broad for those six 6’s! pic.twitter.com/p49kMfWyzV
— Rob Moody (@robelinda2) April 27, 2020
યુવરાજ સિંહે ટી 20 વર્લ્ડ કપ 2007માં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. આ બાદ યુવરાજ સિંહ ઘણો ચર્ચામાં રહ્યો હતો અને હિરો પણ બની ગયો હતો. જુઓ યુવરાજ સિંહનો વીડિયો.