બોલીવુડનો ભાઈજાન એટલે કે સલમાન ખાન કોઈના કોઈ ટેલેન્ટ સામે લાવે છે. જે બાકી દુનિયાની નજરોમાં છુપાયેલો હોય. આવું જ એક ટેલેન્ટ ભાઈજાન ફરીથી તેની સોશીયલ મીડિયા પોસ્ટથી લઈને આવ્યો છે. હાલમાંજ સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વિડીયોસોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
આ વીડિયોમાં એક દિવ્યાંગ યુવતી તેના પગથી સલમાનખાનની ખુબસુરત પેઇન્ટિંગ બનાવે છે. ભાઈજાનનો આ વિડીયો ખાસ છે. યુવતી દિવ્યાંગ હોવાની સાથે જ ટેલેંટેડ છે કે, જે પગથી સલમાનનું પેઇન્ટિંગ બનાવે છે. જો કામ સારા લોકો હાથથી નથી કરી શકતા તે આ યુવતીએ પગથી કરી બાતવ્યું છે.
આ વિડીયો પોસ્ટ કરતી વખતે સલમાનખાને તે યુવતીની ટેલેન્ટને જ બધાને સામે નથી રાખી પરંતુ તેની પ્રતિભાની પણ પ્રસંશા કરી છે. આ વિડીયો શેર કરતી વખતે સલમાન ખાને કેપશનમાં લખ્યું હતું કે, ભગવાન તારું ભલું કરે, આનો પ્યારનો બદલતો અમે તને ના આપી શકીએ. પરંતુ પ્રાર્થના તો જરૂર કરી શકીએ. સલમાનખાનના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી એટલું તો જાણી શકીએ કે, તેના ફેન્સ તેને કઈ હદ સુધી પ્રેમ કરી શકે છે. તો સલમાન ખાન પણ તેના ફેન્સના પ્રેમને બધા સામે લાવે છે.
સલમાન ખાન સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહે છે. આ વિડીયો પહેલા સલમાન ખાને એક ફની વિડીયો પણ શેર કર્યો હતો.જેમાં તે બોટલ કેપ ચેલેન્જને પૂરો કરતો નજરે ચડે છે. આ વીડિયોમાં સલમાન ખાને ફૂંકથી બોટલનું ઢાંકણું ખોલી દીધું હતું.
સલમાન ખાન તેની ભારત જેવી શાનદાર ફિલ્મ આપ્યા બાદ તે દબંગ-3ની તૈયારીમાં લાગ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન સોનાક્ષી સાથે મુખ્ય ભૂમિકામાં નજરે આવશે.તે સિવાય આ ફિલ્મમાં અરબાઝ ખાન, સુદીપ, માહી ગિલ, ટીનુ આનંદ અને નિકિતિન શિર નજરે આવશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks