આર્યન ખાનની ધરપકડની ખબર સાંભળતા જ મિત્રને મળવા ‘મન્નત’ પહોંચ્યા સલમાન ખાન, જુઓ તસવીરો અને વીડિયો

બોલિવુડના કિંગ ખાન અને બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની NCB ધકરપકડ કરી લીધી છે. NCBએ શનિવાર સાંજે ગોવા જનાર ક્રુઝ જહાજ પર છાપેમારી બાદ આર્યન ખાન સહિત 8 લોકોને હિરાસતમં લીધા હતા. આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને કોર્ટે NCB કસ્ટડીમાં મોકલ્યા છે. જે બાદ બોલિવુડમાં હડકંપ મચી ગયો છે. ત્યાં આર્યન ખાનની ધરપકડની ખબર સાંભળતા જ શાહરૂખ ખાનના મિત્ર અને અભિનેતા સલમાન ખાન શાહરૂખ ખાનના બંગલા મન્નત પહોંચ્યા હતા.

સલમાન ખાનનો આ દરમિયાનનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેઓ શાહરૂખ ખાનના ઘરે જતા કારમાં જોવા મળી રહ્યા છે. સલમાન ખાન તેમની કાર રેંજ રોવરમાં આગળની સીટ પર બેઠેલા નજર આવી રહ્યા છે. સલમાન ખાન તસવીરોમાં મીડિયા પર્સનને સાઇડ થવા માટે કહી રહ્યા છે.

જણાવી દઇએ કે, રવિવારે સવારથી જ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ડગ કેસને લઇને ચર્ચામાં છે. ત્યાં આર્યન ખાનની આ કેસમાં ધરપકડ પણ કરી લેવામાં આવી છે. એવામાં હવે શાહરૂખ ખાનના ઘરની બહાર સલમાન ખાન જોવા મળ્યા હતા. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, સલમાન ખાન શાહરૂખ ખાન અને પરિવારથી આર્યનને લઇને વાત કરવા માટે આવ્યા હતા.

સલમાન ખાન મિત્રને મળવા માટે મન્નત પહોંચ્યા હતા. સલમાન ખાન લગભગ 40 મિનિટ રોકાયા હતા અને શાહરૂખ ખાનના સપોર્ટમાં ઊભા હતા. સલમાન ખાન પહેલા અભિનેતા સુનીલ શેટ્ટી, અભિનેત્રી પૂજા ભટ્ટ અને સુવિત્રા કૃષ્ણામૂર્તિ પણ પણ શાહરૂખ ખાનના સપોર્ટમાં આવી ચૂક્યા છે.

હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી મામલે શાહરૂખ ખાનના દીકરા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આર્યન ખાન પર ડગ સેવનનો આરોપ લાગ્યો છે અને તેના ફોનથી આના સાથે જોડાયેલ વોટ્સએપ ચેટ પણ મળી છે. જણાવી દઇએ કે, આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધમેચાને કોર્ટે એક દિવસ એટલે કે  4 ઓક્ટોબર સુધીની NCB કસ્ટડીમાં મોકલ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina