લોકોને ક્યાં સુધી તમે મૂર્ખ બનાવશો? ભાઈજાનને 17 વર્ષની પુત્રી છે અને પત્ની દુબઈમાં રહે છે? જાણો હકીકત

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા જેને આખી દુનિયા ભાઇજાનના નામથી ઓળખે છે એ સલમાન ખાન ફિલ્મોમાં અભિનયના કારણે તો ચર્ચામાં રહેતો જ હોય છે, સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. આખી દુનિયા જાણે છે કે સલમાન ખાને હજુ સુધી લગ્ન નથી કર્યા, પરંતુ હાલ એક ચર્ચાએ જોર પકડ્યું છે.

અભિનેતા સલમાન ખાનનો ભાઈ અભિનેતા અરબાઝ ખાને આજે તેના ટોક શો પિન્ચ 2ને તેના યુટ્યુબ ઉપર પ્રસારિત કર્યો. અરબાઝ ખાનના આ શોની સીઝન 2ના સૌથી પહેલા એપિસોડમાં ભાઈ સલમાન ખાન ગેસ્ટ બનીને પહોંચ્યો હતો. આ પહેલા પણ અરબાઝ તેના શોની અંદર સલમાનને આમંત્રણ આપ્યું હતું. પરંતુ સલમાને આવવાની મનાઈ કરી દીધી હતી.

શો દરમિયાન અરબાઝ ખાને સલમાન ખાનને જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તેના વિશે ઘણી બધી સકારાત્મક ટિપ્પણીઓ થતી હોય છે. જેમાંથી કેટલીક મતલબની પણ હોય છે. જેમાંથી એક ટ્વીટને અરબાઝ ખાને વાંચીને સંભળાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સલમાનની સિક્રેટ ફેમેલીમાં તેની પત્ની અને 17 વર્ષની દીકરી છે જે દુબઈમાં રહે છે. અરબાઝ આ ટ્વીટ ઉપર સલમાનને સવાલ કર્યો હતો.

ટ્વીટ કરનાર યુઝર્સે લખ્યું હતું કે, “ભારતમાં બધા જાણે છે કે તું દુબઈમાં તારી પત્ની નૂર અને 17 વર્ષની દીકરી સાથે છે. તમે ક્યાં સુધી અમને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરશો ? આ વાત સાંભળીને સલમાન ખાન પણ પોતે હરણ રહી ગયો હતો અને ત્યારબાદ આ ટ્વીટનો જવાબ પણ સલમાને આપ્યો હતો.

સલમાને કહ્યું કે, “આ કોના માટે છે ?આ લોકો બહુ સારી રીતે જાણે છે. આ બધું બકવાસ છે. મને નથી ખબર કે તેમને કોના વિશે વાત કરી છે ? શું આ વ્યક્તિ વિચારે છે કે હું તેને પ્રતિક્રિયા સાથે સન્માનિત કરવા જઈ રહ્યો છું ? ભાઈ મારી પત્ની નથી. હું નવ વર્ષની ઉંમરથી ભારતના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહુ છું.  હું જવાબ નથી આપવા માંગતો આ વ્યક્તિને કારણ કે આખું ભારત જાણે છે કે હું ક્યાં રહું છું.”

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો જન્મદિવસ થોડા સમય પહેલા જ ગયો છે. તેમના જન્મદિવસની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક તસવીરમાં સલમાન ખાન સાથે હોલિવુડ અભિનેત્રી સામંથા લોકવુડ જોવા મળી રહી છે. ભાઈજાનની બર્થડે પાર્ટીની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. લોકો અનુમાન લગાવવા લાગ્યા કે સામંથા સલમાનની નવી ગર્લફ્રેન્ડ છે.

સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં એક વિદેશી યુવતીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જે ભાઈજાનની પાર્ટીઓમાં પહેલા ક્યારેય જોવા મળી ન હતી. સામંથા લોકવુડ સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી, જેની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી હતી. થોડા સમય પહેલા આ હસીના ભારત આવી હતી

અને તેને ભાઈજાનની પાર્ટીમાં સીધી એન્ટ્રી મળી હતી. ઘણા લોકો આ મિત્રોને અલગ નજરથી જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે કેટરિના કૈફ બાદ ભાઈજાનના જીવનમાં સામંથા લોકવૂડની એન્ટ્રી થઈ છે. જે બાદ હવે સામંથાએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેણે આ વાતનો માત્ર ઈન્કાર જ નથી કર્યો પરંતુ કંઈક એવું કહ્યું છે જે હવે ચર્ચામાં આવી ગયું છે.

પ્યાર… ઈશ્ક અને મોહબ્બત સાથે સલમાન ખાનનું કનેક્શન ઘણું ઊંડું રહ્યું છે. એટલા માટે સલમાનની લવ લાઈફ અવારનવાર સમાચારોમાં રહે છે. ઘણી અભિનેત્રીઓ સાથે સલમાન ખાનના લિંક-અપના અહેવાલો હતા, પરંતુ અભિનેતાએ હંમેશા પોતાને સિંગલ ગણાવ્યા છે.

આ દિવસોમાં સલમાન ખાનનું નામ હોલિવૂડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે જોડાઈ રહ્યું છે. બંનેના રિલેશનના સમાચાર ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. હવે સવાલ એ થાય છે કે શું સામંથા લોકવુડ ખરેખર સલમાન ખાનની નવી ગર્લફ્રેન્ડ છે ? આ પર સામંથા લોકવૂડે પોતે સલમાન સાથેના તેના સંબંધના સમાચાર પર વાત કરી છે.

બોલિવૂડ હંગામાને આપેલા તેના ઈન્ટરવ્યુમાં સામંથા લોકવુડે સલમાન સાથેના તેના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું અને કહ્યું – મને લાગે છે કે લોકો વધુ પડતી વાતો કરે છે. મને એવું પણ લાગે છે કે કંઈ ન હોય ત્યારે પણ લોકો ઘણી વાતો કરે છે. હું સલમાનને મળી છું, તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. આ વિશે કહેવાનું એટલું જ છે. મને સમજાતું નથી કે લોકોને આટલા બધા વિચારો ક્યાંથી આવે છે. અભિનેત્રીએ આગળ કહ્યું- મારો મતલબ કે હું તેને મળી હતી, હું રિતિક રોશનને મળી હતી. પરંતુ હૃતિક અને મારા વિશે કોઈએ કંઈ કહ્યું નહીં. તેથી જ મને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી આવી રહ્યા છે.

સામંથા લોકવુડે પણ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે સલમાનની ફિલ્મ સુલતાન તેની ફેવરિટ બોલિવૂડ ફિલ્મ છે. સામંથા લોકવુડ થોડા દિવસો પહેલા પનવેલ ફાર્મ હાઉસમાં સલમાનની બર્થડે પાર્ટીમાં સામેલ થઈ હતી. પાર્ટી વિશે વાત કરતા સામંથા લોકવુડે કહ્યું કે તે સલમાનને પાર્ટીમાંથી જ ઓળખે છે, જો કે તે પહેલા પણ તે 2-3 વખત સલમાનને મળી ચૂકી છે. એટલા માટે તે માત્ર સલમાનને જ ઓળખતી હતી. તેણે પાર્ટીમાં હાજર દરેકના વખાણ પણ કર્યા. તમને જણાવી દઈએ કે ગયા મહિને જ્યારે સામંથા લોકવુડ મુંબઈ આવી હતી, ત્યારે તે હૃતિક રોશનને મળી હતી, તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હ્રતિક સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.

Niraj Patel