અનંત અને રાધિકાના લગ્ન માટે બોલીવુડના ભાઈજાન એવા સલમાન ખાન પહોંચ્યો જામનગરમાં, જુઓ તેની ખાસ ઝલક

Source: અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ માટે સલમાન ખાન જામનગર પહોંચ્યો
અનંત-રાધિકા પ્રિ વેડિંગ બેશ.. જામનગર પહોંચ્યો સલમાન ખાન, એરપોર્ટ પર જોવા મળ્યો સ્વેગ

Salman Khan in Jamnagar : દેશ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક એવા મુકેશ અંબાણીના ઘરે હાલ ખુશીઓના પ્રસંગો ચાલી રહ્યા છે. તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ટૂંક સમયમાં થવાના છે, પરંતુ તેમના લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફંક્શન પણ જામનગરમાં યોજાઈ રહ્યું છે. જેમાં 1થી 3 માર્ચ સુધી ઘણા બધા કાર્યક્રમો થવાના છે. મુકેશ અંબાણીના ઘરમાં આ પ્રસંગને લઈને દેશ અને દુનિયાની ઘણી બધી મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

એરપોર્ટ પર ભાઈજાન :

ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ પ્રિ વેડિંગ સેરેમની માટે હવે સેલેબ્સ જામનગર પણ પહોંચી રહ્યા છે અને તેના ઘણા વીડિયો તેમજ તસવીરો પણ હવે સામે આવી રહી છે, થોડા સમય પહેલા જ બોલીવુડમા ભાઈજાન તરીકે નામના બનાવી ચૂકેલા દિગ્ગજ અભિનેતા સલમાન ખાન પણ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

સલમાનને જોઈ જામનગર વાસીઓમાં ઉત્સાહ :

સલમાનને જામનગરમાં આવતા જોઈને જ ચાહકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. જેને લઈને જામનગર વાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સામે આવેલી તસવીરોમાં સલમાન ખાન એરપોર્ટ પર એકદમ સાદગી ભરેલા લુકમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સલમાન ખાને જીન્સ અને શર્ટ પહેર્યું છે.

VVIPઓ માટે ખાસ વ્યવસ્થા :

સલમાન ખાન રાધિકા અને અનંતના 1થી 3 માર્ચ સુધી યોજાનારા પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે પહોંચ્યો છે. ત્યારે મુકેશ અંબાણી દ્વારા પણ આ પ્રસંગો માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે,રિલાયન્સ ટાઉનશિપમાં પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશના VVIP લોકોના રહેવા રિલાયન્સ દ્વારા ખાસ વ્યવસ્થા છેલ્લા 2 માસથી ચાલી રહી છે. આ અંતર્ગત ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે.

Niraj Patel