સલમાન ખાનના ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, આ બીમારીના શિકાર થયા ભાઈજાન

રિયાલિટી શો બિગ બોસને દર્શકો ખુબ જ પસંદ કરે છે, આ શો પ્રસારિત થવાની ચાહકો આતુરતાથી રાહ પણ જોતા હોય છે, ત્યારે આ શોને હોસ્ટ કરી રહેલા અભિનેતા સલમાન ખાન પણ દર્શકોની પહેલી પસંદ છે. સલમાન ખાન દુનિયાભરમાં એક જાણીતું નામ છે, સલમાન ખાનની ફિલ્મોની જેમ આ ટીવી શોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે, પરંતુ હાલ એક ખરાબ સમાચાર આવ્યા છે જેને લઈને સલમાનના ચાહકો ચિંતામાં છે.

થોડા સમય પહેલા જ આવેલી ખબર પ્રમાણે અભિનેતા થોડા દિવસો માટે બિગ બોસમાં જોડાઈ શકશે નહીં. અભિનેતાની ખરાબ તબિયતને કારણે ચાહકોએ સલમાન ખાન વિના બિગ બોસ જોવું પડશે. આટલું જ નહીં હવે તેની જગ્યાએ મનોરંજન જગતનો બીજો કલાકાર આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, અભિનેતા સલમાનને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે, જેના કારણે તે બિગ બોસને હોસ્ટ કરી શકશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાને ડેન્ગ્યુ હોવાને કારણે દર્શકો થોડા સમય માટે બિગ બોસમાં ભાઈજાનને જોઈ શકશે નહીં. તેની જગ્યાએ હવે પ્રખ્યાત ફિલ્મ મેકર કરણ જોહર આ શોના કેટલાક એપિસોડ હોસ્ટ કરતા જોવા મળશે. અગાઉ, કરણે બિગ બોસના OTT વર્ઝનની પ્રથમ સિઝન હોસ્ટ કરી હતી. આવી સ્થિતિમાં, સલમાનની હાલત જોઈને હવે કરણને થોડા સમય માટે બિગ બોસ 16ની કમાન સોંપવામાં આવી છે.

આ પહેલા શુક્રવારે પ્રસારિત થયેલા એપિસોડમાં સલમાન ખાન પણ ગાયબ હતો. આ સીઝનમાં વીકેન્ડ કા વાર એપિસોડ શુક્રવાર અને શનિવારે પ્રસારિત થાય છે. આવી સ્થિતિમાં, શુક્રવારે પ્રસારિત થયેલા લેટેસ્ટ એપિસોડમાં બધા સલમાન ભાઈની રાહ જોતા હતા, પરંતુ શો તેમના આવ્યા વિના સમાપ્ત થઈ ગયો, જેના કારણે દરેકના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. પરંતુ હવે રિપોર્ટ સામે આવ્યા બાદ ખુલાસો થયો છે કે શુક્રવારના એપિસોડમાં સલમાન શા માટે દેખાયો નહીં.

Niraj Patel