કરોડોમાં કમાણી પણ ગેલેક્સી એપાર્ટમેન્ટના 1 BHKમાં કેમ રહે છે સલમાન ખાન ? દિલને સ્પર્શી જશે કારણ

જ્યારથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની છે ત્યારથી પરિવાર ભયમાં છે. આ ફાયરિંગ બાદ પરિવારના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે ભાઈજાનના પિતા આ ઘર છોડીને બીજે ક્યાંક જવા માગે છે. જો કે આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે. પરંતુ સલમાન ખાન પોતાનો 1BHK એપાર્ટમેન્ટ છોડીને બીજે ક્યાંય શિફ્ટ થવા માંગતો નથી.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભાઈજાન કરોડો રૂપિયાના માલિક હોવા છતાં પણ આ ઘરમાં કેમ રહે છે અને તેને છોડીને બીજે ક્યાંય જવા કેમ નથી ઈચ્છતા. સલમાન ખાને આ વાતનો ખુલાસો વર્ષ 2009માં ફરાહ ખાનના ટીવી શો ‘તેરે મેરે બીચ મેં’માં કર્યો હતો. આ શોના એક એપિસોડ દરમિયાન ફરાહે સલમાનને પૂછ્યું હતું કે તમે કરોડો કમાઓ છો છતાં એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહો છો. કારણ કે માતા સલમા ખાન એપાર્ટમેન્ટની નીચે રહે છે.

આના જવાબમાં સલમાને હા પાડી હતી. અભિનેતાએ આગળ કહ્યું- ‘જ્યારે અમે મોટા થઈ રહ્યા હતા, ત્યારે અમે અમારા માતા-પિતા પાસે જતા હતા અને તેમની બાજુમાં સૂતા હતા.’ માતા અને પિતાની નજીક હોવાને કારણે તે ક્યારેય ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને કોઇ આલીશાન ઘરમાં ગયો નથી, જ્યાં એક તરફ સલમાન તેના માતા-પિતા સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે.

તો બીજી બાજુ તેના બે ભાઇઓ અરબાઝ અને સોહેલ બંને બીજે શિફ્ટ થઈ ગયા છે. સલમાન પાસે એક આલીશાન ફાર્મહાઉસ છે જ્યાં તે તેના પરિવાર સાથે રજાઓ પણ વીતાવા જાય છે. બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તે બી-ટાઉનનો ‘ટાઈગર’ છે અને ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોની યાદીમાં પણ સામેલ છે.

આમ છતાં સલમાન ખૂબ જ સાદું જીવન જીવે છે. કરોડોમાં ફી લેનારા અભિનેતાને આલીશાન ઘર સાથે કોઈ લગાવ નથી અને આજે પણ તે મુંબઈમાં 1BHK ફ્લેટમાં રહે છે. અભિનેતાની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારે ફેન ફોલોઈંગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાનની કુલ સંપત્તિ 2900 કરોડ રૂપિયા છે.

એક્ટર પ્રતિ બ્રાંડ એન્ડોર્સમેન્ટ 7-8 કરોડ રૂપિયા વસૂલે છે. તે પોતાની ફિલ્મોથી પ્રોફિટનો પણ સારો એવો ભાગ લે છે, જેમાંથી વધારે તો 100 કરોડનો આંકડો પાર કરી જાય છે. સલમાન નાના પડદાના મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગબોસને હોસ્ટ કરે છે અને આ શોની હોસ્ટિંગથી મોટી ફીસ વસૂલે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ફિલ્મ સિકંદરમાં જોવા મળશે. આ ફિલ્મ ઈદ 2025માં રિલીઝ થશે.

Shah Jina