ખબર

ધોનીની ઘરે આવ્યું નવું મહેમાન, પત્ની સાક્ષીએ કહ્યું MISS YOU MAHI..!!

ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલા પૂર્વ ભારતીય કપ્તાન એમએસ ધોનીના મોટર સાઇકલ અને કારના પ્રતિ પ્રેમ અને લગાવ વિશે તો દરેક કોઈ જાણે જ છે.તેમણે પોતાના રાંચી સ્થિત ઘરમાં ગેરેજ પણ બનાવી રાખ્યું છે,જેમાં તે પોતાની મોંઘી-મોંઘી બાઈક્સનું કારનું કલેક્શન રાખે છે.

 

View this post on Instagram

 

Beautifully restored pick up truck as if it just rolled out of the factory

A post shared by M S Dhoni (@mahi7781) on

ભારતીય કપ્તાન એમએસ ધોની હાલના દિવસોમાં ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યુટી પર છે.પણ ઘરે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, અને તે પણ એક ખાસ ભેંટની સાથે. આ વિકેટકીપર બલ્લેબાજની પત્ની સાક્ષી ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં લાલ રંગની ચમચમાતી જીપ દેખાઈ રહી છે જેનું નામ ગ્રેન્ડ શેરોકી(Jeep Grand Cherokee) છે. આ લગ્ઝરિયસ ગાડીની કિંમત 75 લાખથી 1.4 કરોડની વચ્ચે જણાવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

એવામાં ધોનીના ગાડીઓના કાફલામાં એક નવી ગાડી શામિલ થઇ ગઈ છે.જેની તસ્વીર સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યું કે,” ‘welcome home#red beast! your toy is finaly hear mahi, really missing you…!’સાક્ષીની આવી પોસ્ટ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે તે ધોનીને ખુબ જ યાદ કરી રહી છે.

ધોનીએ ટેરિટોરીયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટથી બે મહિના માટેનો આરામ લઇ રાખ્યો છે.તેમણે 30 જુલાઈથી ડ્યુટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટ સુધી પોતાની બટાલિયનની સાથે લેહમાં રહેશે.ધોની ટેરિટોરીયલ આર્મી બટાલિયન પૈરા કમાંડો યુનિટમાં કાર્યરત છે. એવી પણ જાણકારી મળી છે કે તે ઘાટીના અવંતીપોરામાં કાર્યરતય થયા છે,આ દરમિયાન તે પેટ્રોલિંગ,ગાર્ડ અને પોસ્ટની ડ્યુટી પણ કરશે.

 

View this post on Instagram

 

Pic taken after the ceremony, the smile says it all.thanks to all the instructors at PTS Agra

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોનીની સાથે ગોરખા, સિખ, રાજપૂત, જાટ જેવા દરેક રેજિમેન્ટના 700 સૈનિકો કાર્યરત છે. અહીં ધોની રાત-દિવસ બંને શિફ્ટમાં ડ્યુટી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસના અવસર પર લદ્દાખના લેહમાં ત્રિરંગો લહેરાવી શકે તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

આ સિવાય ધોનીનો એક વિડીયો પણ વાઇરલ થયો હતો. જેમાં તે પોતાની બટાલિયનના સદસ્યોની સાથે વૉલીબૉલ રમતા દેખાઈ રહ્યા છે.અન્ય એક તસ્વીરમાં તે પોતાના બુટ પોલિશ કરતા નજરમાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.