હપ્તાખોરોને ખુલ્લા પાડનારા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જેને જીવલેણ હુમલો કર્યો હતો એ સાજન ભરવાડને મળ્યા જામીન, પરંતુ હવે સાજન…

પોલીસના હપ્તા સામે બુલંદ અવાજ ઉઠાવનારા સુરતના વકીલ મેહુલ બોઘરાને આજે કોઈ ઓળખની જરૂર રહી નથી. તે પોતાના સોશિયલ મીડિયા દ્વારા આ હપ્તાખોરોનો પર્દાફાશ કરતા રહેતા હોય છે, ત્યારે થોડા સમય પહેલા જ મેહુલ બોઘરા જયારે આવી જ એક હપ્તાખોરીનો પર્દાફાશ કરી રહ્યા હતા

ત્યારે જ સાજન ભરવાડ નામના એક વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં મેહુલ બોઘરા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાને લઈને મેહુલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેના બાદ થોડા દિવસમાં તેમની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી.

આ મામલામાં સાજન ભરવાડની ધરપકડ પણ કરવામાં આવી હતી, ત્યારે હવે આ મામલામાં આરોપી સાજન ભરવાડની જામીન અરજી સુરતની સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી, જેને 9 સપ્ટેમ્બરના રોજ મંજુર કરવામાં આવી હતી.

સાજન ભરવાડના વકીલ દ્વારા હાઇકોર્ટમાં પણ જામીન અરજી મુકવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન આરોપી સાજન ભરવાડને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા 10 હજારના શરતી જામીન ઉપર જ્યુડિશિયલ કસ્ટડીમાંથી સાજન ભરવાડને મુક્ત કરવામાં આવ્યો છે. તો આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા જામીન અંગે એક શરત પણ મુકવામાં આવી છે,

જેમાં જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ના થાય ત્યાં સુધી સાજન ભરવાડને સુરતમાં અને એક વર્ષ સુધી સરથાણા કામરેજમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ આગાઉ સુરતની સેશન્સ કોર્ટ દ્વારા સાજન ભરવાના જામીન અરજી ફગાવવામાં આવ્યા હતા. એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલાને લઈને આખા ગુજરાતની અંદર ભારે વિવાદ પણ જોવા મળ્યો હતો.

આ ઘટનાનો લાઈવ વીડિયો પણ એડવોકેટે પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેના બાદ તે ઘણો જ વાયરલ થયો હતો. સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં એ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે કોઈ વકીલ સાજન ભરવાડનો કેસ નહિ લડે. ત્યારે એડવોકેટ મિનેશ ઝવેરીએ સાજનનો કેસ લડતા વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Niraj Patel