અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના શિક્ષકની લંપટ લીલા, વિદ્યાર્થિનીઓ સાથે ગંદી વાતો કરનાર ટીચર આખરે પોલિસના હવાલે

અમદાવાદની નામાંકિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યા બાદ સમગ્ર સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો. સ્કૂલના પીટી ટીચરે વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટા પર ગંદા મેસેજ કર્યા હતા અને મળવા પણ બોલાવી હતી. જે બાદ વિદ્યાર્થિનીઓએ સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરી અને પછી લંપટ સ્પોર્ટ્સ ટિચરને સસ્પેન્ડ કરી તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. આ કેસમાં પોલીસે આરોપી સ્પોર્ટ્સ ટીચરની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જણાવી દઇએ કે, શિક્ષકે વિધાર્થીનિઓને ઇન્સ્ટા પર ચેટમાં આઈ લવ યુ, આઈ મિસ યુના મેસેજ કર્યા હતા અને આ મામલે શાળાએ ગંભીરતાથી નોંધ લઇ એક કમિટિ બનાવી તપાસ હાથ ધરી હતી. મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટિચર રવિરાજ ચૌહાણે ત્રણ વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ મેસેજો કર્યા હતા અને તેઓને મળવા માટે એકલા બોલાવી હતી. ત્યારે ટિચર દ્વારા વિદ્યાર્થિનીઓના ફોટા પણ મંગાવવામાં આવ્યા હતા.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને પીટીના શિક્ષક દ્વારા બીભત્સ મેસેજ કરતો હતો. વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં આ વિશે રજૂઆત કરી હતી અને કોઈ પગલાં ન લેવાતા વાલીઓએ સ્કૂલમાં વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ રજૂઆત કરતા સ્કૂલે કમિટી બનાવી તપાસ હાથ ધરી અને શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થિનીઓ વાતચીત કરતી હતી, ત્યારબાદ શિક્ષકે બીભત્સ વાતચીત શરૂ કરી હતી.

આઈ લવ યુ,આઈ મિસ યુ, મારે તને મળવું છે અને સેન્ડ મી યોર હોટ પીક્સ સહિત અનેક મેસેજો શિક્ષકે કર્યા હતા. પીટીના લેક્ચરમાં વિદ્યાર્થિનીઓ બહાર રમતી હોય ત્યારે તેમને ધ્યાનથી જોતો અને આ બાબતે વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં રજૂઆત કરી હતી વિદ્યાર્થિનીઓએ અનુસાર, ધોરણ 9 શરૂ થયાના 1 મહિના બાદ જુલાઈ માસથી સરના મેસેજ આવવાના શરૂ થઈ ગયા અને શરૂઆતમાં સામાન્ય મેસેજ હતા.

પરંતુ બાદમાં સોશિયલ મીડિયામાં તસવીરો પર અલગ અલગ ઇમોજી મોકલવાના શરૂ કર્યા. તે બાદ આઈ લવ યુ, સેન્ડ મી યોર હોટ પીક્સ અને કસરત કરતાં પણ ફોટા મોકલતા. પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષક રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.

Shah Jina