રશિયા વિરુદ્ધ જંગમાં યુક્રેનની સેનામાં જોડાયો ભારતીય યુવક, બે વાર ઇન્ડિયન આર્મીમાં થયો હતો રિજેક્ટ, ખુબ જ દીલચપ્સ છે કહાની

રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે, એક તરફ રશિયા યુક્રેન ઉપર હુમલો કરી રહ્યું છે તો યુક્રેનની સેનાએ પણ બહાદુરીથી રશિયન સેનાનો સામનો કરી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ આ યુદ્ધને લઈને ઘણા બધા વીડિયો અને તસવીરો વાયરલ થતી જોવા મળે છે. ત્યારે હાલમાં જ એક દિલચસ્પ કહાની પણ સામે આવી છે.

જેમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં તમિલનાડુના કોઈમ્બતુરનો 21 વર્ષીય સૈનિકેશ રવિચંદ્રન પણ યુક્રેનની સેનામાં જોડાયો છે. તે હવે રશિયા સામે ટક્કર લેતો જોવા મળશે. યુદ્ધની શરૂઆત પછી તે યુક્રેનની સેનામાં જોડાયો. સૈનિકેશના માતા-પિતાને પણ આ વાતની જાણ ન હતી. આ વાતની જાણ થતાં તેમના પણ હોશ ઉડી ગયા હતા.

સૈનિકેશ રવિચંદ્રન 2018માં તેના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. તે ખાર્કિવમાં નેશનલ એરોસ્પેસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેનો અભ્યાસ જુલાઈ 2022માં પૂરો થવાનો હતો, પરંતુ તે પહેલા જ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું અને બધુ ખોરવાઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેન પર રશિયાના હુમલા બાદ સૈનિકેશનો તેના ઘર સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો.

અહીં ભારત સરકારે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગાની શરૂઆત કરી હતી, પરંતુ સૈનીકેશ વિશે કોઈ માહિતી ન મળતાં તેના માતા-પિતાએ યુક્રેનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. જ્યારે દૂતાવાસના અધિકારીઓને ખબર પડી ત્યારે  જાણવા મળ્યું કે સૈનિકેશ હવે યુક્રેનની સેનાનો ભાગ બની ગયો છે. તેણે કહ્યું કે તે રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો હતો.

આ દરમિયાન સૈનિકેશના માતા-પિતાએ જણાવ્યું કે, તે પહેલાથી જ સેનામાં જોડાવા માંગતો હતો. તેણે ભારતીય સેનામાં જોડાવાની અરજી પણ કરી હતી, પરંતુ તે અરજી ફગાવી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે વ્યથિત માતા-પિતાએ કેન્દ્ર સરકારનેસૈનીકેશને શોધી કાઢવા અને તેને ભારત પરત લાવવાની અપીલ કરી છે, કારણ કે તે ઘરે પરત ફરવા માંગતો ન હતો.

Niraj Patel