સૈફ અલી ખાને હોશમાં આવ્યા બાદ ડોક્ટરને સૌથી પહેલા પૂછ્યા હતા 2 સવાલ
6 કલાક ચાલી સર્જરી, હોંશમાં આવતા જ સૈફે ડોક્ટરને પૂછ્યા 2 સવાલ
સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. એક વ્યક્તિ સૈફ-કરીનાના ઘરમાં ઘૂસી ગયો, અભિનેતા પર છરી વડે હુમલો કર્યો અને ભાગી ગયો. સૈફ આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સૈફ હવે ઠીક છે અને છેલ્લા 24 કલાકમાં તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.
મેડિકલ બુલેટિન દ્વારા, હોસ્પિટલના ડોક્ટરે સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે તે ખતરાની બહાર છે અને તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે સૈફ ભાનમાં આવ્યો, ત્યારે તેણે ડોક્ટરોને પૂછેલા પહેલા બે પ્રશ્નો કયા હતા ? સૈફના સ્વાસ્થ્યની અપડેટ આપતી વખતે ડોક્ટરોએ જણાવ્યું કે અભિનેતાની બે સર્જરી થઈ છે.
એક સર્જરી કરોડરજ્જુ પર અને બીજી કોસ્મેટિક સર્જરી હતી. કોઈ મોટા કોમ્પલિકેશન્સ નહોતા. સૈફ અલી ખાનની સર્જરી લગભગ 6 કલાક ચાલી અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે પૂછ્યું કે શું હું શૂટિંગ માટે જઈ શકશે ? શું હું જીમમાં જઈ શકીશ ? ડોક્ટરે સૈફને ખાતરી આપી અને કહ્યું કે તે બે અઠવાડિયા પછી શૂટિંગ માટે જઈ શકે છે. સૈફ અલી ખાનને પ્રોત્સાહિત કરતા ડોક્ટરે તેને એક અઠવાડિયાનો બેડ રેસ્ટ અને એક અઠવાડિયાનો શારીરિક આરામ લેવાની સલાહ આપી છે.
સૈફને એક અઠવાડિયા સુધી વધુ લોકોને ન મળવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સૈફ બે અઠવાડિયા પછી જીમ જવાનું પણ શરૂ કરી શકે છે. ચાર બાળકોના પિતા એવા સૈફની ફિટનેસ જોવા જેવી છે. ડૉક્ટરે સૈફની હિંમત અને ધૈર્યની પ્રશંસા કરી અને કહ્યું કે તે વાસ્તવિક જીવનમાં પણ હીરો છે.