લગ્નનો દિવસ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. ખાસ કરીને દુલ્હા અને દુલ્હન માટે… તેઓ આ દિવસને ખૂબ જ યાદગાર બનાવવા માંગતા હોય છે અને આના માટે તેઓ કંઇ પણ કરે છે. જો કે એક વરરાજાએ પોતાના લગ્નના દિવસે કંઈક એવું કર્યું જેને જોઈને મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ દિવસોમાં એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં વરરાજા અને લગ્નમાં હાજર બધા મહેમાનો રશિયન છોકરીઓ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. લગ્નની જાન રસ્તા પર એટલી અનોખી રીતે નીકળી કે સગા-સંબંધીઓ ખુશીથી નાચવા દોડી ગયા. ત્યાંથી પસાર થતા લોકો પણ જાન જોતા રહ્યા. વીડિયોમાં જોઇ શકાય છે કે ઘણી રશિયન છોકરીઓ જાનમાં નાચતી જોવા મળે છે. વીડિયો પરના કેપ્શનમાં લખ્યું છે, ‘બારાતમાં રોનક હોવી જોઈએ.’
એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ લગ્ન સમારોહમાં લગભગ 20 રશિયન ડાન્સર્સને નાચવા માટે બોલાવવામાં આવી હતી. વરરાજાનું નામ અક્ષિત છે અને બેકગ્રાઉન્ડમાં ‘અક્ષિતની બારાત’ લખેલું છે. આ વીડિયો ગયા વર્ષે 12 ડિસેમ્બરે બુક માય બારાત નામના પેજ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram