Multibagger Safari Industries share : ટ્રોલી બેગ અને ટ્રાવેલ બેગ બનાવતી સફારી ઇન્ડસ્ટ્રીઝના (Safari Industries) શેર છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોકેટની જમ ભાગી રહ્યા છે. કંપનીના શેર 2 રૂપિયાથી વધીને હવે 3000 રૂપિયા પાર પહોંચી ગયા છે. સફારી ઇન્ડસ્ટ્રીઝના શેરોએ આ સમયગાળા દરમિયાન 1,45,000% થી વધુ વળતર આપ્યું છે.
કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 3042.90 છે. જ્યારે સફારી ઇન્ડસ્ટ્રીઝના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 887 છે. સફારી ઇન્ડસ્ટ્રીઝના શેર 11 જૂન 2004ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર રૂ. 2 પર લિસ્ટ થયા હતા. BSEમાં 15 જૂન, 2023ના રોજ કંપનીના શેર રૂ. 2949 પર પહોંચી ગયા. સફારી ઇન્ડસ્ટ્રીઝના શેરે આ સમયગાળા દરમિયાન 1,46,500% વળતર આપ્યું છે.
જો કોઈ વ્યક્તિએ 11 જૂન, 2004ના રોજ સફારી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે અને તેને જાળવી રાખ્યુ હશે તો હાલમાં એક લાખના 14.74 કરોડ થઇ ગયા હશે. છેલ્લા 10 વર્ષમાં સફારી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘણો વધારો થયો છે. 7 જૂન 2013ના રોજ BSE પર કંપનીના શેર રૂ.71ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. BSE પર 15 જૂન, 2023ના રોજ સફારી ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ.2949 પર ટ્રેડ થઈ રહ્યો છે.
આ સમયગાળા દરમિયાન કંપનીના શેરોએ 4030% વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલા સફારી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને કંપનીના શેર વેચ્યા ન હોય તો આ શેરની હાલની કિંમત રૂ. 41.53 લાખ હોત.