રસોઈ

સાબુદાણાની ખીચડી – ખુબ જ ટેસ્ટી ફરાળી વાનગી ઉપવાસમાં બનાવો ને ઘરના પરિવારજનોને ખવડાવો.

સાબુદાણા ખીચડી એક લોકપ્રિય વ્યંજન છે જે વ્યાપક રૂપથી નવરાત્રી, કે શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. સાબુદાણા બે પ્રકારના હોય છે-નાના અને મોટા. આ રેસિપી માં તમારે નાના સાબુદાણાનો ઉપીયોગ કરવાનો છે. કેમ કે નાના સાબુદાણાને પલાળવામાં અને તેને રાંધવામાં ઓછો સમય લાગે છે.

સામગ્રી:

1. નાનો કપ નાના સાબુદાણા, 1/2 ટીસ્પૂન જીરું, 2 લીલા મરચા કાપેલા, લીમડા ના પાન, 1/4 ટી સ્પૂન ગરમ મસાલો, 3 નાના બટેટા બાફેલા, 1/3 કપ સાંતળેલા મગફળી ના દાણા પીસેલા, 3 ટેબલસ્પૂન નારિયેળનું ખમણ, હળદર પાઉડર, નિમક, તેલ, પાણી, ખાંડ, લીંબુ નો રસ, લીલા ઘણા ગાર્નિશ માટે.

સાબુદાણા ખીચડી બનાવા માટેની રીત:

1. સાબુદાણાને પાણીમાં ધોઈને 2 કલાક માટે 1/2 કપ પાણીમાં પલાળવા માટે મૂકી દો.2. 2 કલાક પછી તમને જાણશે કે તેનો આકાર લગભગ બે ગણો થઇ ગયો છે.

3. હવે આ સાબુદાણા ને ગાળી લો અને અને તેને બે કલાક માટે ખુલ્લા રહેવા દો.જેથી તે ચીકણા ન બને.4. એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું અને લીમડાના પાન નાખો.5. હવે તેમાં સાબુદાણા નાખો અને સારી રીતે મિક્સ કરી લો. તેને 2 થી 3 મિનિટ સુધી પકાવો.
6. હળદર પાઉડર, નિમક વગેરે મસાલા નાખો.
7. સાબુદાણા પારદર્શી ન બને ત્યાં સુઘી તેને પકાવતા રહો.
8. હવે તેમાં બાફેલા બટેટાના ટુકડા, પીસેલી મગફળી, નનારીયેલ ખમણ, લીંબુ નો રસ, થોડી ખાંડ અને ગરમ મસાલો મિક્સ કરો.
9.આ બધા ને સારી રીતે મિક્સ કરી લો અને 3 મિનિટ સુધી પકાવો, તમે તમારી ઈચ્છા અનુસાર તેમાં અમુક ડ્રાઈ ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો.10. થઇ ગઈ તમારી ગરમાગરમ સાબુદાણા ખીચડી, તેને એક બાઉલમાં કાઢી લો અને લીલા ધાણા વડે ગાર્નિશ કરીને ગરમાગરમ પીરસો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.