ફઈએ જહાંગીર નામ પર ટ્રોલર્સને ભણાવ્યો પાઠ, તમારું શું કહેવું છે? જાણો વિગત
કરીના કપૂર જયારથી માતા બની છે, ત્યારથી તેના નાના દીકરાનું નામ ચર્ચામાં છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તેમના નાના દીકરાનું નામ જહાંગીર રાખ્યુ છે. આ નામને લઇને સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાને આ વાતને લઇને ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો છે.
સબાએ ભાભી કરીના કપૂર અને ભત્રીજા જેહની તસવીર શેર કરી છે અને સાથે જ તે લોકોને સલાહ આપી છે જે લોકો જહાંગીરના નામને લઇને કમેન્ટ કરી રહ્યા છે. સબા અલી ખાને જે તસવીર શેર કરી છે, તેમાં કરીના જહાંગીરને કિસ કરતી જોવા મળી રહી છે. સબાએ તસવીર શેર કરી લખ્યુ કે, મ્મી અને જાન જેહ. જયારે એક માતા તેના બાળકને પોતાની અંદર પાળે છે અને તેને પોતાનો જીવ આપે છે.
માત્ર બાળકના માતા અને પિતાને જ એ નક્કી કરવાની પરમિશન હોય છે કે બાળક કેવી રીતે ગ્રો કરશે અને નામ કોઇ નહિ, કોઇ બીજુ નહિ. પરિવારના બીજા સભ્યો સહિત જે ખુશી ખુશી તેમનો સુજાવ આપી શકે છે, કંઇ પણ કહી શકે છે. આ તેમની આત્મા છે જેને બાળકને પાળ્યો છે. માતા-પિતા પાસે જ અધિકાર છે. આ બધા માટે એક રિમાઇન્ડર છે. Today… tomorrow. Forever
જણાવી દઇએ કે, કરીના કપૂરે વર્ષ 2021માં તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના દીકરાની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. કરીના અને સૈફે તેમના દીકરાનું નામ જહાંગીર રાખ્યુ છે. પ્રેમથી તે દીકરાને જેહ બોલાવે છે. જો કે, જયારે કરીનાના દીકરાના નામનું એનાઉન્સમેન્ટ થયુ તો તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.